News of Monday, 10th September 2018
અમરેલીના વડિયામાં બંધ વેળાએ ચેમ્બરના હોદેદારો અને સરપંચના પતિ વચ્ચે ચકચક
કોંગ્રેસનું બંધનું એલાન ;પંચાયત અને ચેમ્બરે ધંધા રોજગાર ચાલુ રાખવા આહવાન કર્યું હતું
અમરેલી બંધના એલાન દરમ્યાન ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો અને સરપંચના પતિ વચ્ચે જાહેરમાં ચકમક ઝરી હતી. ગ્રામ પંચાયત અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ધંધા રોજગાર ચાલુ રાખવા આહવાન કરાયું હતુ. જ્યારે કે કોંગ્રેસના આગેવાનો ધંધા રોજગાર બંધ કરાવવા નીકળ્યા હતા.જેને કારણે માથાકૂટ થઈ હતી. જોકે બનાવની જાણ થતા વડિયા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ટોળાને વિખેરવાના પ્રયાસ શરૂ કર્યા હતા.
(1:08 pm IST)