સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 10th September 2018

ભાણવડ નજીક ઇન્દ્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં ભાદરવી અમાસનો મેળો

ભાણવડ તા.૮ : ત્રિવેણીઘાટ ઇન્દ્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષ શ્રાવણ માસની અમાસે લોકમેળો યોજાશે. આ લોકમેળાની વિશેષ ખાસીયત મુજબ ચૌદશની રાત્રીએ કાન-ગોપી મંડળની મંદિરનાં પટાગણમાં સત્સંગ ધુન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાતા હોય છે. જેને માણવા લોકો દુર દુરથી આવતા હોય છે. ત્રિવેણી ઘાટમાં સ્નાન કરી ધન્યતા અનુભવે છે.ત્રિવેણી મેળામાં ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર શુભેચ્છક મિત્ર મંડળ દ્વારા વિવિધ સમિતિઓ બનાવી કામગીરીની સોંપણી કરેલ છે. જેમાં ટ્રાફિક, સ્વચ્છતા આડેધડ પાર્કિગ ન કરવા, તેમજ નદીના પટમાં ન જવું વગેરે નાની-નાની બાબતોની સચોટ કામગીરી સોંપવામાં આવેલ છે. (પ૧.૧૭)

(12:21 pm IST)