સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 10th August 2022

ઓખા ખાતે ઇન્‍ડિયન એરફોર્સ એસોસિએશન દ્વારા મહિલાઓને સેલ્‍ફ ડિફેન્‍સ તેમજ સેનેટરી પેડ્‍સ વિશે માર્ગદર્શન

ઓખા તા. ૧૦ : ખાતે ખારવા સમાજની વાડીએ ઇન્‍ડિયન એરફોર્સ એસોસિએશન ગુજરાત દ્વારા મહિલાઓને સેલ્‍ફ ડિફેન્‍સ તેમજ સેનેટરી પેડ્‍સ વિશે માહિતી આપી નિઃશુલ્‍ક પેડ્‍સ વિતરણ કરવામાં આવેલ.આ કાર્યક્રમ દ્વારકા ,આરંભડા, ઓખા અને બેટ એમ અલગ અલગ જગ્‍યાએ કાર્યક્રમ કરવામાં આવેલ.આ કાર્યક્રમમાં અમદાવાદથી પધારેલ રમેશભાઈ મહેંદીરતા, લતાબેન વાઘેલા, વર્ષાબેન બેરવા, દ્વારકાના માજી સૈનિક પત્રામલભા માણેક,દેવભૂમિ દ્વારકા જિલ્લા મહિલા મોરચાના મહામંત્રી ગીતાબેન માંગલીયા, દેવભૂમિ દ્વારકા જિલ્લા અનુ.જાતિ મહિલા મોરચાના મંત્રી આલીબેન ગેડીયા, ઓખા શહેર મહિલા મોરચાના પ્રમુખ કૌશલ્‍યાબેન ફોફંડી, ઓખા શહેર મહિલા મોરચાના મહામંત્રી રક્ષાબેન જોષી તેમજ ખૂબ જ મોટી સંખ્‍યામાં બહેનો ઉપસ્‍થિત રહ્યા. સેલ્‍ફ ડિફેન્‍સ અને પેડ્‍સ વિશેની વિસ્‍તળત જાણકારી અમદાવાદથી પધારેલ લતાબેન વાઘેલાએ આપેલ.જેણે દિલ્‍હીમાં પણ કરાટેમાં ગોલ્‍ડ મેડલ મેળવી ગુજરાતનું નામ રોશન કરેલ છે.લતાબેન વાઘેલા કરાટે સ્‍પેશ્‍યાલિસ્‍ટ દ્વારા આ કાર્યક્રમમાં એ પણ જાહેરાત કરવામાં આવેલ કે જો ૫૦ થી ૬૦ મહિલાઓ તૈયાર થાય સેલ્‍ફ ડિફેન્‍સ શીખવા તો એ શીખવા માટે ઓખા આવશે. આ સમગ્ર કાર્યક્રમ સફળ બનવવા ઓખા શહેર મહિલા મોરચાના પ્રમુખ તેમજ તેમની ટીમે  જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમ ઓખા ખારવા સમાજની વાડીમાં  રાખવામાં આવેલ. જેના ભાગ રૂપે ઓખાના ખારવા સમાજના  પ્રમુખ અને સમાજનો આભાર વ્‍યક્‍ત કરેલ.

(12:18 pm IST)