સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 10th August 2022

પોરબંદરઃ દિવ્‍યાંગો દ્વારા બનાવાયેલી કલાત્‍મક રાખડીઓ ખરીદવા અપીલ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૧૦: દિવ્‍યાંગો દ્વારા રક્ષાબંધન નિમિતે મોતી અને સ્‍ટોનથી અલગ અલગ ડીઝાઇનની રાખડી તૈયાર કરી છે. લોકોએ આ રાખડીઓ ખરીદીને દિવ્‍યાંગોને સહયોગ આપવાની સાથે તેઓને પ્રોત્‍સાહીત કરવા અપીલ કરવામાં આવી છે.

સેન્‍સ ઇન્‍ટરનેશનલ ઇન્‍ડિયા અને અંધજન મંડળ - વસ્‍ત્રાપુર તથા આર્શીવાદ વિકલાંગ ટ્રસ્‍ટ, સાયલા સંચાલિત બંધિરાંધ બાળકો તાલીમ કેન્‍દ્ર ખાતે જુદી-જુદી તાલીમ મેળવી આત્‍મનિર્ભર બનતા દિવ્‍યાંગો દ્વારા સરસ મજાની જુદી-જુદી ડીઝાઇનની રાખડીઓ બનાવવામાં આવી છે. આ રાખડી બહેન પોતાના ભાઇ માટે ખરીદી દિવ્‍યાંગો સહયોગ આપે તેવી અપીલ સંસ્‍થા દ્વારા કરવામાં આવી છે. રાખડી માટે સંસ્‍થાનો મો.નં.૯૮૨૫૪૧૩૩૨૫ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(10:19 am IST)