ધોરાજી - ઉપલેટા હાઈવે ઉપરથી ગાડીમાંથી રૂ.૨.૪૬ લાખના દારૂ સાથે ત્રણ ઝડપાયા : આરોપી પુનિત બગડા સામે ૨૪ જેટલા ગુનાઓ નોંધાયા છે
રાજકોટ ::ધોરાજી - ઉપલેટા હાઈવે ઉપરથી " સ્પીકર ઝેડ ઝાલાવાડ ન્યુઝ " લખેલી ગાડીમાંથી રૂ.૨.૪૬ લાખના દારૂ સાથે ત્રણ ઝડપાયા છે આરોપી પુનિત બગડા સામે ૨૪ જેટલા ગુનાઓ નોંધાયા છે.
પ્રાપ્ત માહિતી મુજબ આજે બપોરે ધોરાજી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ઉપલેટા હાઈવે ઉપરથી પસાર થઇ રહેલ "સ્પીકર ઝેડ ઝાલાવાડ ન્યુઝ " લખેલી ગાડીને અટકાવીને તપાસ કરવામાં આવતા તેમાંથી રૂપિયા ૨.૪૬ લાખનો દારૂ ઝડપાયો હતો.
પોલીસે વિપુલ ઉર્ફે પુનિત ઉર્ફે જોન્ટી રવજીભાઈ બગડા રહે ઝાંઝમેર તાલુકો ધોરાજી, પ્રકાશ ઉર્ફે કારો ભોવનભાઈ પારધી રહે કાથરોટા નિશાળ પાસે , અને સાગર અરવિંદભાઈ વિંઝુડા રહે પારડી ની ધરપકડ કરી છે.
દારૂ સાથે ઝડપાયેલ વિપુલ ઉર્ફે પુનિત સામે જુદાજુદા પોલીસ સ્ટેશનમાં ૨૪ જેટલા ગુનાઓ નોંધાયા છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.