સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 10th August 2018

ભાવનગર: હિરાઘસુને RFOએ સમાધાન માટે બોલાવ્યો બાદમાં ઝાડ પર લટકતી લાશ મળી:પરિવારનો હોબાળો

 ભાવનગર: ભાવનગરના ઘોધા તાલુકાના કુડા ગામે રહેતા અશોક જાદવ નામના હિરાઘસુને બે દિવસ અગાઉ જંગલમાં સુઈ રહ્યો હોવાને કારણે હાથબના રેન્જ ફોરેસ્ટ ઓફિસરે માર માર્યો હતો.

   આ મામલે થયેલા ઝઘડા બાદ અશોકને ફોરેસ્ટ ઓફિસરે સમાધાન કરવા માટે બોલાવ્યો ત્યાર બાદ મલેકવદર ગામના રેવતસિંહ ગોહીલની વાડીમાં અશોકની લાશ ઝાડ સાથે લટકતી જોવા મળી હતી. આ મામલે પરિવારજનોએ હોબાળો કરતા ધોધા પોલીસે ગુનો નોંધવાની શરૂઆત કરી છે.

---   

(12:17 am IST)