બૂટલેગરોએ માર માર્યા બાદ જામનગરના શખ્સે ધમકીના લીધે ઘરે જઇ ઝેર પીધું
દારૂના કેસમાં પોલીસમાં નામ આપી દેવાની શંકાથી બનેલા બનાવથી ચકચાર
જામનગર તા. ૧૦ : અહીં સીટી એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં રવીભાઈ મહેન્દ્રભાઈ માલવી એ ફરીયાદ નોંધાવી છે કે, રણજીતસાગર રોડ, પટેલ પાર્ક, ગોલ્ડન એવન્યુ એપાર્ટમેન્ટ, જામનગરમાં રવીભાઈ વિરૂઘ્ધ ઈંગ્લીશ દારૂનો કેસ થયેલ હોય અને તેમાં રવીભાઈ ફરાર હોય અને આ કામના ફરીયાદી રવીભાઈ ઈંગ્લીશ દારૂના કેસમાં પૃથ્વીરાજસિંહ વાઢેર, જયપાલસિંહ, રાજદીપસિંહ જેઠવા રે. જામનગરવાળાના નામ આપશે તેવી આ કામના આરોપીઓને શંકા હોય જેથી પૃથ્વીરાજસિંહ એ ફરીયાદી રવીભાઈને ફોન કરી ગાળો બોલી મારી નાખવાની ધમકી આપી તેમજ પૃથ્વીરાજસિંહ વાઢેર, જયપાલસિંહ, રાજદીપસિંહ જેઠવા એ ગાંધીનગર ગોકુલધામ સોસાયટીમાં બોલાવી આ બાબતે ગાળો કાઢી ઢીકાપાટુનો માર મારી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ આરોપી રાજદીપસિંહ જેઠવાએ પ્લાસ્ટીકના પાઈપ વડે ફરીયાદી રવીભાઈને આડેધડ શરીરે માર મારી ઈજા કરી એકબીજાને મદદગારી કરી ગુનો કરેલ તેમજ આ કામના ફરીયાદીએ ધાક–ધમકી ના કારણે ઘરે જઈ ઝેરી દવા પી લેતા ગુનો કરેલ છે.