સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 10th July 2018

નોંધણવદર ગામની જીવાદોરી શીવસાગર તળાવમાં ભંગાણ

નોંધણવદર તા. ૧૦ :.. નોંધણવદરમાં શીવ સાગર તળાવ લગભગ એક કિલો મીટરની ત્રીજયામાં આવેલ છે જેમાંથી ૩ ગામ નોંધણવદર સમઢીયાળા અને ખિજડીયાના ખેડૂતોને પાણીનો લાભ મળે છે.

જેમાં છેલ્લા પ વર્ષથી પહેલા વરસાદે ભંગાળ થઇ છે પણ અનેક રજૂઆત કરવા છતાં તંત્ર જાગતુ નથી અને કુંભ કરણની નિંદ્રામાં રહે છે. એક બાજુ ગામડે ગામડે તળાવ અને ડેમ ભરવાની વાતો કરતી સરકાર જો વરસાદનું પાણી તળાવમાં રોકી શકે તો ખેડૂતોને ૮૦ ટકા  ઉપજ મળે તેમ છે.

આ બાબતે યોગ્ય કરી વહેલી તકે નોંધણવદર ગામનાં પ્રશ્ન હલ થાય તેવુ ગામ લોકો ઇચ્છી રહ્યા છે.

(11:43 am IST)