સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 10th July 2018

ગોંડલ પાસે બોરમાં ફસાયેલ બાળાની હત્યાની શંકા

૨૦ કલાકની જહેમત બાદ બાળા વર્ષાનો મૃતદેહ બહાર કઢાયો : ફોરેન્સીક પી.એમ. રીપોર્ટ આવ્યા બાદ મોતનું સાચુ કારણ બહાર આવશે

ગોંડલ તા. ૯ : ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે બીલયાળા ગામના પાટિયા પાસે આવેલ જીનીંગ મીલની ફેકટરીના બોર માં ફસાયેલ બાળકીના મૃતદેહને ૨૦ કલાકની જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો અને પીએમ માટે ફોરેન્સિક લેબ માટે રાજકોટ ખસેડાયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ભાલારા જીનિંગ માંથી ત્રણ દિવસ પહેલા ત્રણ વર્ષની બાલુભાઇ ચૌહાણ ની પુત્રી વર્ષા નું અપરણ થયાની ફરિયાદ નોંધાઈ હતી બાદમાં ખુલ્લા બોર માંથી દુર્ગંધ આવતા તેમાં બાળકીનો મૃતદેહ હોવાનું બહાર આવ્યું હતું, પોલીસ,નગરપાલિકા ફાયર ટીમ, જેસીબી હિટાચી મશીન ચાલકો તેમજ માનવ સેવા ટ્રસ્ટ ની ૨૦ કલાકની જહેમત બાદ બાળકીના મૃતદેહને બોર માંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી.

બાળકીનો મૃતદેહ બોર મા ઊંધે માથે હોય અને તેના પર આશરે ચાર પાંચ ફૂટનું લોખંડનું એંગલ હોય પોલીસને હત્યાની શંકા ઉદ્ભવી છે આ અંગે ણૂષ્ટજ્ઞ્ વી આર વાણીયા એ તપાસ હાથ ધરી છે. બાળકીએ માત્ર ગંજી જેવુ એક ટીશર્ટ જ પહેરેલું હતું, પ્રથમ દ્રષ્ટિએ બાળકીના શરીર પર કોઈ ઘા ના નિશાન જોવા મળ્યા ન હતા સત્ય હકીકત ફોરેન્સિક લેબ ના રિપોર્ટ બાદ જ બહાર આવશે.

દરમિયાન સી.પી.આઈ વી આર વાણીયા એ જણાવ્યું હતું કે બાકીના ગુમ થવા અંગે પહેલેથી જ શંકા-કુશંકા જાગી રહી હતી ના કર્મચારીઓ દ્વારા સતત જણાવવામાં આવી રહ્યું છે કે સબમર્સીબલ બહાર કાઢ્યા બાદ મોઢું બંધ કરવામાં આવ્યું હતું બંધ કરાયું હોય તો બાળકી અંદર કઈ રીતે પ્રવેશે તે મોટો પ્રશ્ન છે આ અંગે ઝીણવટથી તપાસ હાથ ધરાશે. તપાસનીશ પી.એસ.આઇ. મીઠાપરાએ જણાવ્યું હતું કે, ફોરેન્સીક પી.એમ. રીપોર્ટ આવ્યા બાદ મોતનું સાચુ કારણ જાણવા મળશે.(૨૧.૧૬)

(11:29 am IST)