સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 10th June 2019

કુતીયાણાની સીમમાં ૧૦૦ ફુટ ઉંડા કુવામાં ખાબકતા ર મજૂરોના મોત

મૃતક મજૂરો ઉપલેટાના મુખડા અને ઢાંકના રહેવાશીઃ કુવામાં સીમેન્ટ કામ કરતા લાકડાના માચડાનું દોરડુ તુટયું

કુતીયાણા તા. ૧૦ :.. કુતીયાણાની ઇશ્વરીયા સીમમાં ખાલી ૧૦૦ ફુટ ઉંડા કુવામાં સીમેન્ટ કામ કરતી વખતે દોરડું તુટતા ઉપલેટાના મુખડાના હરીશ બનાભાઇ બલવા અને ઢાંકના વિનોદ ચીમનભાઇ લુણોસીયા, ૧૦૦ ફુટ નીચે કુવામાં ખાબકતા બન્નેના મોત નીપજયાં હતાં.કુતીયાણાના ઇશ્વરીયા સીમમાં વાડી વિસ્તારમાં ખાલી કુવામાં સિમેન્ટ કામ કરતી વખતે લાકડાના માચડા સાથે બાંધેલ દોરડું તુટતા ઉપલેટાના મુખડાના હરેશ બનાભાઇ બલવા તથા ઢાંકના વિનોદ ચીમનભાઇ લુણોસીયા ૧૦૦ ફુટ નીચે પડતા બન્નેના મોત નીપજયાં હતાં.હાલ ઉનાળો હોય અને ગ્રામ્ય વિસ્તારમાં મોટાભાગના કુવા ખાલી હોય સીમેન્ટ કામ કરીને મરામત કામ કરવામાં આવે છે.ઇશ્વરીયા સીમમાં ૧૦૦ ફુટ ઉંડા કુવામાં સીમેન્ટ કામ કરવા દોરડા સાથે બાંધેલ લાકડાનો માંચડો કુવામાં પ ફુટ નીચે ઉતરતા વખતે દોરડું તુટતા અકસ્માત થયેલ છે.મરનાર બન્નેના મૃતદેહોનું કુતીયાણા સરકારી હોસ્પિટલે પી. એમ. માટે મોકલી આપવામાં આવેલ છે. પોલીસે તપાસ હાથ ધરી છે.

(3:55 pm IST)