સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 10th June 2019

અમરેલીનો બુટલેગર-હિસ્ટ્રીશીટર ઇરફાન ખીમાણી પાસા હેઠળ જેલહવાલે

 અમરેલી, તા., ૧૦:  અમરેલી પોલીસ અધિક્ષકશ્રી. નિર્લિપ્ત રાય  દ્વારા અમરેલી જીલ્લામાં દારૂની હેર-ફેર તેમજ વેચાણ સહિતની પ્રોહિબીશનની અસામાજીક પ્રવૃતિ કરનાર ઇસમો ઉપર કડક હાથે કાર્યવાહી કરવા અને ગુન્હેગારોને કાયદાનું ભાન થાય તેમજ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા સુદઢ બને તે માટે પાસા-તડીપારના પ્રવર્તમાન કાયદાઓ હેઠળ કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે અમરેલી એલ.સી.બી ઈન્ચાર્જ પો.ઇન્સ. ડી.કે.વાઘેલા દ્વારા અમરેલી જીલ્લામાં આવી પ્રોહિબીશન લગત ગુન્હાહિત પ્રવૃતિ કરતાં તેમજ માથાભારે ઇસમો અંગેની માહિતી એકઠી કરી અમરેલી જીલ્લાના લીસ્ટેડ પ્રોહી બુટલેગર ઇરફાન ઉર્ફે ટાલકી મહંમદભાઇ ખીમાણી, ઉં.વ.૪૨, રહે.અમરેલી, કસ્બાવાડ, જુમ્મા મસ્જીદ પાસે વાળા વિરૂધ્ધ પુરતા પુરાવાઓ એકઠાં કરી, પાસા દરખાસ્ત  તૈયાર કરી, પોલીસ અધિક્ષક આયુષ ઓક સાહેબનાઓએ ઇરફાન ઉર્ફે ટાલકી મહંમદભાઇ ખીમાણી વિરૂધ્ધ પાસાનું વોરંટ ઇસ્યુ કરતાં પોલીસ અધિક્ષકશ્રીની સુચના મુજબ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પો.ઇન્સ.ડી.કે.વાદ્યેલા તથા એલ.સી.બી. ટીમે ઇરફાન ઉર્ફે ટાલકી મહંમદભાઇ ખીમાણી, રહે.અમરેલી વાળાને પાસા વોરંટની બજવણી કરી અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે અટકાયતમાં રહેવા મોકલી આપવા તજવીજ કરેલ છે.

પ્રોહી બુટલેગર તથા હિસ્ટ્રીશીટર ઇરફાન ઉર્ફે ટાલકી મહંમદભાઇ ખીમાણી, રહે.અમરેલી વાળાનો ગુન્હાહિત ઇતિહાસ      

   ઇરફાન ઉર્ફે ટાલકી મહંમદભાઇ ખીમાણી અમરેલી સીટી પો.સ્ટે.નો પ્રોહી બુટલેગર તથા હિસ્ટ્રીશીટર છે. તેના વિરૂધ્ધમાં ભુતકાળમાં ખુનના બે કેસ, હથિયાર ધારાના ત્રણ કેસ, અપહરણ, મારા-મારી, એકટ્રોસીટી તથા ઇંગ્લીશ દારૂના કબજા અને હેરફેર સહિતના અસંખ્ય કેસો નોંધાયેલ છે. અગાઉ સને ૨૦૦૯ તથા ૨૦૧૭ માં પણ તેની પાસા તળે અટકાયત થયેલ હતી. પરંતુ પાસામાંથી છુટ્યા બાદ પણ તેની પ્રોહિબીશન તથા શરીર સબંધી ગુન્હાઓ લગત અસામાજીક પ્રવૃતિ શરૂ રાખતાં ફરીથી પાસા તળે અટકાયતમાં લેવામાં આવેલ છે.

(3:43 pm IST)