સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 10th June 2019

જુનાગઢમાં ઘોડીપાસાની કલબનો પર્દાફાશ : રૂ ૨.૧૩ લાખ સાથે ૭ શખ્સો ઝડપાયા

રેન્જ આઇજીશ્રી સુભાષ ત્રિવેદીની સ્ટ્રાઇકિંગ ફોર્સનો સપાટો

તસ્વીરમાં ઝડપાયેલ શખ્સો નજરે પડે છે (તસ્વીર મુકેશ વાઘેલા જુનાગઢ)

 જુનાગઢ તા ૧૦   :  જુનાગઢ રેન્જ આઇ.જી.પી.સા. શ્રી સુભાષ ત્રિવેદીની સુચનાથી રેન્જમાં દારૂ જુગારના બુટલેગરો ઉપર સતત વોચ રાખવા તથા કડક હાથે કામ લેવા સુચના મળી હતી. આર.આર. સેલના પો.સ.ઇ. ડી.બી. પીઠીયા  તથા  સંજયભાઇની બાતમી આધારે રેન્જ સાયબર સેલના પો.સ.ઇ. શ્રી કે.એમ. મોરી તથા પ્રવિણસિંહ મોરી તથા રોહીતભાઇ તથા જયેશભાઇ વિ. માણસોએ જુનાગઢના ગધરપાવાળામાં રહેતા ઇબ્રાહીમ ઉર્ફે ભોપલી દાદમહમદ બ્લોચ પોતાના રહેણાંક મકાને બહારથી માણસો બોલાવી પોતાના અંગત ફાયદા સારૂ ઘોડીપાસા નામનો જુગાર ચલાવતો હતો, જેથી ત્યાં રેઇડ કરતા (૧) ઇબ્રાહીમ ઉર્ફે ભોપલી દાદમહમદ બ્લોચ રહે. જુનાગઢ, ગંધરપવાળા(ર) મેરૂ દેવા ચાવડા રબારી રહે. ચામુંડાનો ઢોરો, ગીરનાર દરવાજા, જુનાગઢ, (૩) હનીફ જુમા કટારીયા (૪) આસીફ કાદર સેપા, (પ) અજીત લતીફ શેખ, (૬) હીરા ભાભાભાઇ જેઠવા, (૭) રવી લખધીર ઝાલા, રહે. બધા જુનાગઢ વાળાને ઘોડી-પાસાના સાહીત્ય તથા રોકડ રૂપિયા ૧,૫૧,૨૪૦/- તથા મો. ફોન -૬ રૂા ૨૨૦૦૦/- તથા મો.સા. કિં.રૂા ૪૦,૦૦૦/- મળી કુલ રૂા ૨,૧૩,૨૪૦/- ના  મુદ્દામાલ  સાથે ઝડપાઇ જતા જુનાગઢ એ ડીવી. પો.સ્ટે. માં ફરીયાદ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

(3:43 pm IST)