સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 10th June 2019

સુરેન્દ્રનગરમાં નવી પાણીની લાઇન ટેસ્ટમાં હજારો લીટર પાણીનો બગાડ

વઢવાણ, તા.૧૦: સુરેન્દ્રનગર મધ્યમાં આવેલ વિઠલપ્રેસ રોડ અને અનેક રહેણાંક વિસ્તારમાં પાલિકા તંત્ર દ્વારા ટેસ્ટિંગને બહાને વેડફાઇ રહ્યું છે તેવી ફરીયાદો ઉઠી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ ખૂબ આકરો તાપ પડી રહ્યો છે. ત્યારે જિલ્લામાં પાણીની વિકટ સમસ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના રણના ગામડાઓના લોકોને રોજ પીવાનું પાણી પણ મળતું નથી. ૧પ દિવસે એક વખત પીવાનું પાણી ટ્રેંકર દ્વારા ખરાગોઢાના લોકોને મળી રહ્યું છે. ત્યારે સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા થોડા સમય પહેલા નવી પાણીની પાઇપલાઇન નાખવામાં આવી છે. ત્યારે પાણીની નવી પાઇપલાઇનમાં છેલ્લા ઘણા દિવસોથી ટેસ્ટિંગના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થતા લોકોમાં રોષ વ્યાપ્યો છે. એક તરફ લોકોને પીવા માટે પાણી નથી મળતું જયારે પાલિકા તંત્રની બેદરકારી અને અણઆવડતના કારણે નકામું પાણી રોડ પર વહી જઇને ખોટો બગાડ નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યું છે.
ત્યારે આગામી સમયમાં આ બાબતે પ્રમુખ ધ્યાન દે તે માટે લોક માંગ કરવામાં આવી રહી છે.

(12:17 pm IST)