સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 10th June 2019

દેવભૂમિ દ્વારકા જીલ્લા પંચાયતમાં હવે ભાજપનું શાસન ? સત્તા પરિવર્તનના એંધાણ

ખંભાળીયા, તા. ૮ :. દેવભૂમિ જિલ્લો નવો બન્યો તે પછી થયેલ બે ચૂંટણીઓમાં કોંગ્રેસે જિલ્લા પંચાયતનો કબ્જો રાખેલો તથા ચિઠ્ઠીઓમાં પણ કોંગ્રેસનું નસીબ જોર કર્યુ હતુ તથા તેમા પણ તેમનુ પલડુ ભારે રહ્યુ હતું તે પછી તાજેતરની લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખ પી.એસ. જાડેજા જીતી જતા હવે જિલ્લા પંચાયત દેવભૂમિ દ્વારકા પર ભાજપનો ભગવો લહેરાવાનું નક્કી થયુ છે તથા આગામી દશેક દિવસમાં જ આ માટે મિટીંગની તારીખ નક્કી થાય તેવી સંભાવના છે તથા આ માસના અંત સુધીમાં ભાજપ કબ્જે કરે તેવી સંભાવના છે.

જો કે હાલ કાર્યવાહક પ્રમુખ તરીકે પ્રતાપસિંહ સિદુભા જાડેજા સત્તા સંભાળે છે અને તેઓ જ ભાજપના ઉમેદવાર તરીકે કાયમી પ્રમુખ તરીકે સત્તા કબ્જે કરે તેવી શકયતા છે.

આગામી ૨૫-૬ સુધીમાં આ માટેની તારીખ જાહેર થઈ જાય અને ચૂંટણી થાય તેવુ ચર્ચાય  છે જો કે ઉપપ્રમુખમાં હજુ નામ નક્કી નથી પણ સતવારાને ટિકીટ આપે તેવું ચર્ચાય છે.

(12:14 pm IST)