સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 10th May 2021

જામનગરમાં બાળકોની ફી ભરવા બાબતે પતિ –પત્નિ વચ્ચે બોલાચાલી થતા આર્મીમેનની પત્નિએ ગળાફાંસો ખાધો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૦: અહીં  આર્મી કેમ્પમાં૪રર/૧ એમ.ઈ.એસ. ફિલ્ટરપ્લાન્ટ કેમ્પ માં રહેતા અને આર્મી માં હવલદાર તરીકે ફરજ બજાવતા ધર્મેન્દ્રમહારાજ, ઉ.વ.૪૪ એ સીટી ભએભ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, આ કામે મરણજનાર પ્રીયદર્શની ધર્મેન્દ્ર મહારાજ, ઉ.વ.૩૭, રે. ૪રર/૧ એમ.ઈ.એસ. ફિલ્ટરપ્લાન્ટ કેમ્પ જામનગરવાળા સંતાનોની સ્કુલ ફી ભરવાની હોય અને હાલ તેના પતિ પાસે પૈસા ન હોય જેથી તેના પતીએ કહેલ કે હાલ મારી પાસે આટલા પૈસા ન હોય જેથી થોડા પૈસા તેને આપવાનું કહેલ જેથી તે બાબતે પતિ–પત્ની વચ્ચે  બોલાચાલી થતા પંખામાં પોતાના ઘરે જ ગળાફાંસો ખાઈ આપઘાત કરી  મરણ ગયેલ છે.

જુગાર રમતા પાંચ ઝડપાયા

સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. મહાવીરસિંહ વનરાજસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૦–પ–ર૦ર૧ ના રણજીત રોડ, નવીવાસ, હાજીપીરના ચોકમાં આરોપીઓ નિર્મળ ઉર્ફે ત્રીકમ રમેશભાઈ પઢીયાર, કાસમભાઈ અલીભાઈ બેલીમ, અખ્તર જુસબભાઈ અબુવાલા, ઈરફાન ગફારભાઈ કાસમાણી અને નવાઝ ઉર્ફે ટાઈગર જાહીદભાઈ સોલંકી, રે. જામનગરવાળા ઘોડીપાસાના પાસા વડે જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી જુગાર રમતા રોકડા રૂ.૪૬ર૦/ રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

(1:26 pm IST)