સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 10th May 2021

જામનગરમાં વિવિધ આઠ વેકિસનેશન કેમ્પમાં રસીકરણના બીજા ડોઝ માટે અભિયાન

જામનગર તા. ૧૦ : હાલ કોરોના મહામારી સામે રસી એ જ અમોઘ શસ્ત્ર છે તેમ જામનગરવાસીઓનું માનવું છે. આ હથિયાર દ્વારા લડત આપવા જામનગરના નાગરિકો વિવિધ સેવા કેમ્પો દ્વારા આયોજિત વેકિસનેશન કેમ્પમાં રસી લઇ રસીકરણ અભિયાનના ભાગીદાર બની રહ્યા છે.

જામનગરને સુરક્ષિત બનાવવા મંત્રીશ્રી આર.સી.ફળદુ દ્વારા જામનગરવાસીઓને આ રસીકરણ અભિયાનમાં જોડાઈને વધુમાં વધુ રસી લેવા અનુરોધ કરવામાં આવેલ હતો. જેને અનુસંધાને જામનગરમાં બહોળી સંખ્યામાં લોકોએ રસીનો પ્રથમ ડોઝ મેળવ્યો હતો. રસી થકી સંપૂર્ણ સુરક્ષા માટે બીજો ડોઝ આવશ્યક છે. રસીના બે ડોઝ અને તકેદારીના સુરક્ષા ચક્રને પૂર્ણ કરીને જ આ મહામારી સામે લડત આપી શકાય છે.

કૃષિમંત્રીશ્રી આર.સી.ફળદુની પ્રેરક ઉપસ્થિતિમાં વોર્ડ નંબર ૭મા આહીર સમાજ સત્યમ કોલોની, વોર્ડ નંબર ૮માં લેઉવા પટેલ સમાજ રણજીત નગર,વોર્ડ નંબર ૯માં ઇન્દુમધુ હોસ્પિટલ ચાંદી બજાર,વોર્ડ નંબર ૧૦માકડિયા સમાજની વાડી, કડિયાવાડ, વોર્ડ નંબર ૧૩માં ગુરૂ નાનકદેવ મંદિર નાનકપુરી, વોર્ડ નંબર ૧૪માં કચ્છી ભાનુશાળી સમાજની વાડી, વોર્ડ નંબર ૧૫માં વણકર સમાજની વાડી શંકર ટેકરી અને વોર્ડ નંબર ૧૬માં પ્રસંગ હોલ પટેલ પાર્ક ખાતે રસીના બીજા ડોઝ માટે રસીકરણ કેમ્પ યોજાયા હતા. મંત્રીશ્રી આર.સી.ફળદુએ રસી લેનાર લોકોને બિરદાવ્યા હતા.

આ રસીકરણ અભિયાનમાં મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષભાઈ કટારીયા, શહેર ભાજપ અધ્યક્ષશ્રી વિમલભાઈ કગથરા,  શાસક પક્ષ નેતા કુસુમબેન પંડ્યા, મહામંત્રી પ્રકાશભાઇ બાંભણીયા, મેરામણભાઇ ભાટુ, ગોપાલભાઇ સોરઠીયા કોર્પોરેટર હર્ષાબા જાડેજા,  શોભનાબેન પઠાણ, જયંતીભાઇ ગોહિલ, રાજુભાઇ યાદવ, શંકરભાઇ ખીમસૂર્યા, રાજુભાઇ ડાભી, જયેશભાઇ ઢોલરીયા  તથા અન્ય મહાનુભાવો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

(1:24 pm IST)