સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 10th May 2019

ભુજના ભુજીયા ડુંગર પર જર્જરીત ખંડેર મકાનમાં 23 વર્ષીય યુવાનનો ઝેરી દવા પીધેલી હાલતમાં મુતદેહ મળ્યો :ચકચાર

રામનગરીના યુવાનો ક્રિકેટ રમવા માટે ભુજીયાની તળેટી ઉપર ગયા ત્યારે લાશ મળી

 

ભુજના ભુજીયા ડુંગર ઉપરના જર્જરીત ખંડેર ભાસ્તા મકાનમાં ઝેરી દવા પીઘેલી હાલતમાં નવીન રસીક દાતણીયા નામના 23 વર્ષીય યુવાનનો મુતદેહ મળી આવ્યો હતો

  અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે રામનગરીના યુવાનો ક્રિકેટ રમવા માટે ભુજીયાની તળેટી ઉપર ગયા હતા ત્યારે ખંડેર જેવા જુના આર્મીના કવાર્ટસમાં મૃતદેહ જોવા મળ્યો હતો 108ની મદદ લેવાઈ હતી. તે પછી મુતદેહને જનરલ હોસ્પીટલ લઈ જવાયો હતો જયાં તેના પિતા રસીક જીવા સીઘીયા દાતણીયાએ પોલીસમાં નોંઘ કરાવી હતી કે તેમનો પુત્ર નવીન ..23 ગઈકાલે રાત્રે જમીને નિકળી ગયો હતો તે પછી આજે હાલતમાં મળ્યો છે 

(12:52 am IST)