સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 10th May 2019

વંથલી પાસે ડબલ મર્ડરને અકસ્માતમાં ખપાવનાર પાંચ શખ્સો રીમાન્ડ પર

ટ્રક નીચે કચડીને બે યુવાનો ઇસુબ મામદ અને જાબીર ઉમરને પતાવી દીધા હતા

જુનાગઢ તા.૧૦ : વંથલી પાસે ડબલ મર્ડરને અકસ્માતમાં ખપાવવા સબબ પકડાયેલા પાંચ શખ્સોને પોલીસ તપાસ અને પુછપરછ માટે રીમાન્ડ ઉપર મેળવેલ છે.

જુનાગઢ તાલુકાના ગલીયાવાડ ગામના ઇસુબ મામદ, ફિરોઝ બોદુ અને જાબીર ઉમર નામના યુવાનોના ત્રિપલ સવારી બાઇકને ગત તા.ર૯ના રોજ વંથલી જુનાગઢ હાઇવે ઉપર મેંગો માર્કેટ પાસે જી.જે.૧ર વાય-૮૦૪૬ નંબરના ટ્રકે ઠોકર મારતા ઇસુબ મામદ અને જાબીર ઉમરનું મોત નિપજયું હતું અને ફિરોજ બોદુને ગંભીર ઇજા થઇ હતી.

પરંતુ અકસ્માતનો આ બનાવ શંકાસ્પદ જણાયો હતો જેથી બનાવની ગંભીરતાને ધ્યાને લઇ એસ.પી.સૌરભસિંઘે પ્રોબેશ્નર ડી.વાય.એસ.પી. સ્મિત ગોહિલ તેમજ કાઇમ બ્રાંચને તપાસ સોંપી હતી.

આઇ.જી.પી. સુભાષ ત્રિવેદી અને પોલીસ અધિક્ષક સૌરભસિંઘની સુચનાથી ડી.વાય.એસ.પી સ્મિત ગોહિલ તેમજ ક્રાઇમ બ્રાંચના ઇન્ચાર્જ પી.આઇ.આર.કે. ગોહિલ, તેમજ તેના સ્ટાફે ઉડાણપૂર્વક તપાસ કરતા અકસ્માતનો બનાવ નહિ પરંતુ ડબલ મર્ડરનો બનાવ હોવાનું જણાવ્યું હતું.

પોલીસ સ્ટાફે ટેકનીકલ સર્વેક્ષણ ટીમની મદદ લઇ બેવડી હત્યાના બનાવનો પર્દાફાશ કર્યો હતો.

આ બનાવને અંજામ આપવાની ગલીયાવાડાનો હનીફ ઉર્ફે બોદુ ઇબ્રાહીમ સી.ડી.ભંડુરીનો આરીફ ઉર્ફે ભુરો યુસુફ ગંભીર ઝડકાતો હસન ઉર્ફે બબન ઉંમ્ર ગંભરીને પોલીસે દબોચી લઇ પુછપરછમાં આ શખ્સે ઇસુબ મામદ અને જાબીર ઉંમરની ટ્રક નીચે કચડી નાંખીને હત્યા  કર્યાની કબુલાત આપી હતી.

આ પ્રકારમાં પોલીસે આ શખ્સોની સાથે સંડોવાયેલા વંથલીના બરવાળાનો તારમહમદ ઉર્ફે તારૂ ઉમર ગંભીર અને ગલીયાવાડાનો જુસબ ઉર્ફે બાબુ હુસેન સીડીની પણ ધરપકડ કરી હતી.

મુખ્ય આરોપી હનીફ ઉર્ફે કાદુ ઇબ્રાહીમ સીડીને ઇજા પામનાર અને બંને મૃતકો સાથે અગાઉ ઝઘડો થયેલ જેમાં સમાધાન પણ થઇ ગયું હતું પરંતુ હનીફ સીદીને પોતાને આ શખ્સો પતાવી દેશે તેવી દહેશત હોય જેથી ત્રણેયની હત્યા કરવાનું કાવત્રુ રચ્યું હતું.

ડી.વાય.એસ.પી. સ્મિત ગોહિલે અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે, ડબલ મર્ડરમાં પકડાયેલા પાંચેય શખ્સોને આજે સાંજ સુધીમાં રીમાન્ડ ઉપર મેળવવામાં આવેલ છે અને અન્ય કોઇ શખ્સોની સંડોવણી છે કે કેમ તે અંગે તમામની પુછપરછ ચાલી રહી છે.

આ કામગીરીમાં ડી.વાય.એસ.પી. સિમત એમ.ગોહિલ ઉપરાંત ક્રાઇમ બ્રાંચના પી.આઇ. ગોહિલ, પી.એસ.આઇ. એન.બી.ચૌહાણ, સ્ટાફના ગઢવી, એચ.વી. પરમાર, વી.એડી.લાડવા, બી.કે. સોનારા, દાનાભાઇ કાંબલીયા, સહિત રામા, કનકસિંહ ગોહિલ, પ્રીવણ બાબરીયા, ઇન્દ્રજીતસિંહ ઝાલા, વિપુલસિંહ રાઠોડ, યશપાલસિંહ જાડેજા, દિવ્યેશ ડાભી, જીતેષ મારૂ, ધર્મેન્દ્રસિંહ વાઢેર, મહેશભાઇ ડવ, સુમિતભાઇ, નરેશભાઇ અને સોમાતસિંહ વગેરે રોકાયા હતા.

(2:42 pm IST)