ટંકારા પંથકના બાબુ ડોન અને તેના સાગ્રીતોએ મોરબીના જીવણ ભરવાડનું કારમાં અપહરણ કરી ખૂની હુમલો કર્યો
ઇજાગ્રસ્ત જીવણ ભરવાડના લતા પાસે અગાઉ બાબુએ પડાવેલ રૂ.૧.૨ કરોડ કોર્ટમાંથી મળી જાય તે માટે પોતાના તરફી જુબાની અપાવવા અપહરણ કરી હુમલો કર્યોઃ ૪ સામે ફરીયાદ
મોરબી તા.૧૦: મોરબીના વાવડી રોડ પર આવેલ કારીયા સોસાયટીમાં રહેતા જીવણભાઇ દુધાભાઇ મેવાડા-ભરવાડ (ઉ.વ.૨૪)એ ટંકારા તાલુકાના જબલપુર ગામે રહેતા બાબુ ઉર્ફે બાબુડોન હિરાભાઇ ઝાપડ ભરવાડ, બાબુની સાથે રહેતા સુનિલ અમદાવાદી, મોહનભાઇ દલિત તેમજ એક અજાણ્યા કુલ મળી ચાર આરોપીઓ સામે પોતાનું અપહરણ કરી જીવલેણ હુમલો કરી, પોતાને તેમજ પરિવારના સભ્યોને જાનથી મારી નાખવાની ફરિયાદ ટંકારા પોલીસ મથકે નોંધાવી છે.
જાણવા મળતી વિગત મુજબ ફરિયાદી જીવણ ભરવાડના પિતા પાસેથી બાબુડોન સહિતનાઓએ પેનકેન પ્રકારે રૂ.૧.૨ કરોડ પડાવી લીધા હતા. આ બાબતે ફરિયાદ બાદ સમગ્ર મામલો ઉજાગર થયો હતો. અને પોલીસ કાર્યવાહી બાદ કોર્ટમાં ચાલી રહ્યો છે. અને પૈસા કોર્ટમાં જમા છઠે દરમિયાનમાં ગઇકાલે ફરિયાદી જીવણ ભરવાડ રાજકોટ જઇ રહ્યા હતા ત્યારે બાબુડોન સહિતના કુલ ચાર આરોપીઓ વેગનઆર કારમાં આવ્યા હતા અને ફરિયાદીને આંતરીકારમાં તેનું અપહરણ કરી ગયા હતા. અને બાબુડોને ફરિયાદી પાસે ડીમાડ કરી હતી કે જે તારા પિતાએ મારા પર કેસ કર્યો છે તેના બાબતના રૂ.૧.૨ કરોડ હાલમાં કોર્ટની તિજોરીમાં પડ્યા છે. તે રૂ.મને મળી જાય તે બાબતની મારે કોર્ટમાં જુબાની આપી સહમતિ આપવાની છે. આ બાબતે ફરિયાદીએ આના કાનીકરતા વેગન આર ટકારા-લતીપર રોડ પર આવેલ ધરતી ટ્રાવેલ્સની ઓફીસ પાસે રોકી હતી અને કાર નીચે ઉતરી ચારેય આરોપીઓ લોખંડના મારી નાખવાના ઇરાદે પાઇપ સાથે આરોપી પર હુમલો કર્યો હતો.
ફરિયાદીએ સ્વબચાવમાં પોતાનો જમણો હાથ આગળ ધરતા, તેમાં પાઇપ ફટકારતા ફરિયાદીને હાથના ભાગે ફેકચર જેવી ઇજા થઇ હતી. બાદમાં ચારેય આરોપીઓએ મારીનાખવાના ઇરાદે ફરિયાદીના બન્ને પગ પર લોખંડના પાઇપના ઉપરાછાપરી આડેધડ ઘા ઝીંકતા ફરિના બન્ને પગે ફેકચરની ઇજાઓ થઇ હતી. અને જો ફરિયાદી પોતાના કહ્યા મુજબ કોર્ટતિજોરીમાં પડેલ રૂ.૧.૨ કરોડ જો આરોપી બાબુડોનને નહીં અપાવે તો ફરિયાદીના આખા પરિવારના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.ટંકારા પોલીસે અપહરણ જીવલેણ હુમલા સહિતની કલમો લગાતી આગળની તપાસ આદરી છે.