સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 10th May 2019

ભાવનગરનું ધો. ૧૨ સાયન્સનું પરિણામ ૭૯.૯૬

ભાવનગર, તા. ૧૦ :. ભાવનગરનું ધો. ૧૨ સાયન્સનું ૭૯.૯૬ ટકા પરિણામ આવ્યુ છે. એ-૧ ગ્રેડમાં માત્ર ૭ વિદ્યાર્થીઓ જ ઉતિર્ણ થયા છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધો. ૧૨ સાયન્સનું પરિણામ જાહેર થતા ભાવનગર કેન્દ્રનું ૭૯.૯૬ ટકા આવેલ છે. ભાવનગર જીલ્લામાં એ-૧ ગ્રેડ સાત જ વિદ્યાર્થીઓને મળ્યો છે. મહુવા કેન્દ્રનું પરિણામ ૭૮.૧૦ ટકા જ્યારે તળાજા કેન્દ્રનું પરિણામ ૮૬.૩૧ ટકા આવ્યુ છે. ભાવનગર કેન્દ્રમાં નોંધાયેલા ૩૯૪૧ પૈકી ૩૮૫૨ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જે પૈકી ૩૦૮૦ પાસ થયા છે. આમ પરિણામ ૭૯.૯૬ ટકા આવ્યુ છે. જેમાં ૭ વિદ્યાર્થીઓને એ-૧, ૧૭૬ વિદ્યાર્થીઓને એ-૨ ગ્રેડ, ૫૫૧ વિદ્યાર્થીને બી-૧, ૮૫૦ વિદ્યાર્થીઓને બી-૨, ૧૨૬૫ને સી-૧, ૧૧૧૫ વિદ્યાર્થીઓને સી-૨ જ્યારે ૨૪૬ વિદ્યાર્થીઓને ડી-ગ્રેડ મળ્યો છે. જ્યારે ૧૦૧૪ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.

(11:44 am IST)