સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 10th May 2019

સોમનાથ મહાદેવ મંદિરનો ૬૯મો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું અનેરૂ આયોજન

આજથી બે દિ' વિવિધ ધાર્મિક કાર્યક્રમોનો લાભ

પ્રભાસ પાટણ તા. ૧૦:  વિશ્વ પ્રસિધ્ધ અને ભારતના બાર જયોર્તિલિંગમાંના પ્રથમ દેવાધિદેવ ભગવાન શ્રી સોમનાથ મહાદેવ મંદિર ૬૯મો પ્રાણ પ્રતિષ્ઠા દિવસ ઉત્સાહ-ભકિત અને પૂજન અર્ચન સાથે સોમનાથ મહાદેવ મંદિરે તા. ૧૦ તથા ૧૧ મે યોજાયેલ કાર્યક્રમની વિગતઃ તા. ૧૦-પ-૧૯ મેઘાબહેન કલાવૃંન્દ દ્વારા સોમનાથના ચોપાટી મેદાન ખાતે ગીત-ગરબા.

તા. ૧૧-પ-૧૯ શ્રી સોમનાથ મહાદેવ મંદિરે ૧૧ બ્રાહ્મણો દ્વારા મહાપૂજા, શૃંગાર, પાઠાત્મક મહારૂદ્રયજ્ઞ, મહામૃત્યંજય યજ્ઞ, ધ્વજાહોરણ સવારે ૯-૪૬ મીનીટે (પ્તિષ્ઠાનો મુળ સમય) સવારે ૧૦-૩૦ સરદાર વંદન-પુષ્પાંજલી, સાંજે ૪ થી ૭ મંદિરમાં રૂદ્રાક્ષ શણગાર, સમુહ મહાઆરતી, પ્રસાદ તથા નૃત્ય મંડપમાં રંગોળી-દિવડા શણગાર, સાંજના ૭-૩૦ કલાકે શિવાંજલી ડાન્સ ઇન્સ્ટીટયુટ કલાકારો ''સત્યમ્...શિવમ્...સુંદરમ્...'' નૃત્યોત્સવ પ્રસ્તુત કરશે. (૭.૧૦)

સોમનાથ મંદિરનું નવનિર્માણ એ એકવીસમી સદીની મહાન ઘટના

વેરાવળ-પ્રભાસ પાટણ તા. ૧૦: ભારતના ઇતિહાસના સુર્વણદિન સમાન શુક્રવાર તા. ૧૧-પ-૧૯પ૧ સવારે ૯-૪૬ મીનીટે તત્કાલીન ભારતના રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્રપ્રસાદના હસ્તે પ્રાણપ્રતિષ્ઠા થઇ હતી તેઓ સવારે ૮-૩૦ વાગ્યે સભા મંડપમાં હાજર થયા તેમનો પહેરવેશ એકદમ સાદો હતો. સોમનાથ જયોતિલિંગ નીચે શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે કેટલાક હિરા-માણેક-રત્નો નાખવામાં આવ્યાં શિવલિંગના થળાનો ઘેરાવો લગભગ એકવાર જેટલો ભાવ અને થળાની અંદરનું શિવલિંગ લગભગ પુરુષ જેટલી ઊંચાઇનું એટલે લગભગ પાંચ ફૂટ ઊંચુ હશે અને તેનો પરિધ અંદાજે આઠથી દસ ફૂટ હશે. મંદિર બહારના ચોરસ ઓટલાના પગથિયા પાસેથી ગર્ભગૃહ સુધી અને ગર્ભગૃહમાં શિવલિંગ, ૪ એન્જીનીયર દિવસ રાત લાગેલા હજાર તેમાં મૂર્તિભંગ ન થાય તેની ખાસ કાળજી રાખવી પડી હતી.

પ્રાણપ્રતિષ્ઠા કરનાર તત્કાલીન રાષ્ટ્રપતિના પત્નીની મહાનતા એટલી બધી હતી કે રાષ્ટ્રપતિના પત્ની હોવા છતાં પૂજા સાહિત્ય નોકરને ન આપતાં જાતે પોતાના હાથમાં પૂજા સાહિત્ય લઇને આવ્યા હતાં.

રાજેન્દ્રબાબુએ સવારે ૯ વાગ્યેને ૪૬ મીનીટે સુર્વણશલાકા ઉપાડી (સોનાની ત્રણ અથવા ચાર ઇંચની બારીક સળી પિંડમાં થળની કોર બરાબર બેસાડતી વખતે લિંગના નીચેના ભાગ અને થળું એ બંન્ને઼ વચ્ચે બારીક છિદ્રમાં પરોવીને રાખેલી હોય છે અને સ્થાપના મંત્ર શરૂ થતાં જ તે બહાર કાઢવાની જથી મૂર્તિમાં દેવત્વ સ્થિર થયેલું સમજી પ્રાણપ્રતિષ્ઠા મંત્રઘોષ કરાયો હતો.

(11:37 am IST)