સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 10th May 2019

લાઠી તાલુકામાં પાણી-ઘાસચારો રાહતકામના મુદ્દે કોંગ્રેસનું અલ્ટીમેટમઃ પાંચ દિ'માં પ્રશ્ન ઉકેલવા માંગ

નાયબ કલેકટર કચેરીને ધેરાવની ચિમકીઃ ૨૦ ગામના સરપંચની સામુહિક રજુઆત

બાબરા તા.૧૦:  અમરેલી જીલ્લાના લાઠી તાલુકા મથકે આજે તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આક્રોશભેર લાઠી નાયબ કલેકટર કચેરીમાં વીશ ગામોના સરપંચોને સાથે રાખી ગ્રામ્ય ક્ક્ષાના વિવિધ પ્રર્શ્નોની માંગ સાથે આગામી પાંચ દિવસમાં ઉકેલ નહી આવે તો કચેરી  કરવા સહિતની ચીમકી આપવામાં આવી છે.

લાઠી તાલુકાના ગ્રામ્ય વિસ્તારના પ્રર્શ્નો માટે છેલ્લા કેટલાક સમય થી સ્થાનિક મામલતદાર કચેરીમાં આવેદનો આપવામાં આવે છે પરંતુ કોઈ નિરાકરણ નહી આવતા પ્રાંત કચેરીમાં આજે જણાવ્યા મુજબ લાઠી વિસ્તારમાં અછત જાહેર કરાયા બાદ આજ સુધી ઘાસ વિતરણ કરવામાં આવ્યું નથી જેના કારણે પશુ પાલકોની સ્થિતિ દયનીય બની છે અને આગામી દિવસોમાં હિજરત કરવાની નોબત આવી છે સાથો સાથ ગ્રામ્ય સુખાકારી માટે આવશ્યક પીવાના પાણી અને પશુધન માટે શિમ વગડામાં પીવાના પાણીની વ્યવસ્થા હાથ ધરવા તેમજ ગામો ગામ રોજગારી આપવા માટે રાહત કામો શરૂ કરવા તેમજ ખેડૂતોના મંજુર થયેલા પાક વીમાની રકમ ચુકવવા પ્રબળ માંગ કરવામાં આવી છે.

સામુહીક રજુઆતમાં લાઠી તાલુકાના આસોદર ભીંગરાડ ભટ્ટવદર મતીરાલા દહીંથરા કેરિયા પ્રતાપગઠ સહિતના ગામોના સરપંચો જોડાયા હતા.

આ તકે ઉપસ્થિત જીલ્લા પંચાયત સદસ્ય મયુરભાઈ આસોદરિયા, તાલુકાપંચાયત પ્રમુખ જનકભાઈ તળાવીયાના જણાવ્યા મુજબ તંત્ર દ્વારા ઉપરોકત બાબતે યોગ્ય કરવામાં નહી આવતા ગ્રામ્ય જનતા રાજકીય આગેવાન તરીકે પોતાનો ઘેરાવ કરી રહી છે લોક માંગ મુદ્દે કોંગ્રેસ આગેવાનો દ્વારા અગાઉ આવેદન ઉપવાસ ધરણા પણ કરવામાં આવી ચુકયા છે છતાં યોગ્ય નિર્ણય કરવામાં નહી નથી માટે આગામી દિન પાંચમાં ઘટતી કાર્યવાહી હાથ ધરવામાં નહી આવે તો બહોળી સંખ્યામાં એકત્રિત બની સ્થાનિક કચેરીનો ઘેરાવ સહિત રસ્તા રોકો આંદોલન કરવા પત્ર મારફત ચીમકી આપવામાં આવી છે

આ તકે આગેવાનો ઘનશ્યામભાઈ કાછડીયા વજુભાઈ નવાપરિયા ઘૂસાબાપુ પોપટલાલ સુરેશ ગોયાણી સાજન ભરવાડ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

(11:34 am IST)