સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 10th May 2019

જુનાગઢમાં યોગ કલાસનું આયોજનઃ સન્માન

જુનાગઢ ખોડીયાર ગ્રુપ યુવક મંડળ ટ્રસ્ટ અને સંહિતા મહિલા મંડળ તેમજ ખોડીયાર મહિલા મંડળના સયુંકત ઉપક્રમે જુનાગઢ ખાતે ચાલતા યોગ કલાસમાં રોયલ પાર્કના યોગ કલાસના સંચાલિકા શ્રીમતી સ્વાતીબેન જોષીનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે ત્રણેય સંસ્થાઓના હોેદેદારો વીણાબેન પંડયા, પ્રવિણાબેન વાઘેલા, રમીલાબેન ઘુંચલા તેમજ કુમુદબેન ઠાકર ચેતનાબેન પંડયા, શીતલબેન જોષી, વગેરેએ ઉપસ્થિત રહી સન્માન કર્યુ હતું.

(11:33 am IST)