સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 10th May 2019

ભાદર નદીમાં રેતી ચોરતા બે ઝડપાયા

ધોરાજી : ખાણ ખનીજ ખાતું કુભકર્ણની નિંદરમાંથી જાગતા ૩ ટ્રેકટરો સહિત રૂ. ૧ર લાખના મુદામાલ સાથે ગોવિંદ ગોરધન કોળી રહે. ફરેણી રોડ, હરપાલસિંહ કિરીટસિંહ ઝાલા રહે. બુટાવદર સહિત અન્ય ૪ આરોપીઓ ભાગવામાં સફળ રહેલ હતા જયારે સંચાલક ગોવિંદભાઇ દાદાભાઇ કરમટા રહે. રામપરા દિપેનભાઇ માકડીયા પડવલા. સહિતનાઓ હાઇવે પર આવેલ જુના ઉપલેટા રોડ પર ભાદર નદીના પટમાંથી બીન કાયદેસર રેતી ચોરી કરતા હોય એ અંગે ખાણ ખનીજ ખાતાએ રેડ કરી લાખોના મુદા માલ સાથે પકડી પાડેલ. આ અંગે ફરીયાદ કરતા પીએસઆઇ જે. બી. મીઠાપરા તપાસ ચલાવી રહેલ છે.

(11:33 am IST)