સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 10th May 2019

છ વર્ષથી પ્રોહીબીશનના ગુન્હામાં વોન્ટેડ જામનગરના આરોપી ભીખુ ટાંકોદરાને વાંકાનેર પોલીસે ઝડપી લીધો

 

મોરબી :છેલ્લા વર્ષથી પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા જામનગરના આરોપી ભીખુ ટાંકોદરાની  વાંકાનેર પોલીસે ધરપકડ કરી છે.

  અંગેની વિગત મુજબ પોલીસ અધિક્ષક કરણરાજ વાઘેલાની સૂચના હેઠળ અને નાયબ પોલીસ અધિક્ષક બનો જોષીના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સૂચના આપવામાં આવી હતી

  દરમ્યાન પોલીસે બાતમીના આધારે આરોપી ભીખુભાઈ ગોરધનભાઈ ટાકોદરા( રહેવાસી જામનગર) ની ધરપકડ કરી હતી. આરોપીની કાર (કાર નંબર GJ 03 AB 9007) માંથી બનાવટી ઈંગ્લીશ દારૂની અલગ-અલગ કુલ 886 બોટલ જેની કિંમત 55800 ની મળી આવી હતી. જેથી પોલીસે તમામ જથ્થો જપ્ત કરી તપાસ હાથ ધરી હતી.

 પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે દારૂનો જથ્થો રામદાસ ભીખુદાન ગઢવી પાસેથી લાવવામાં આવ્યો હતો. મહત્વનું છે કે રામદાસ ભીખુદાન નામનો આરોપી છેલ્લા ઘણા સમયથી નાસતો ફરતો હતો અને બાતમી મળી હતી કે નાસ્તો ફરતો આરોપી રામદાન પ્રભુદાન ગઢવી રાજકોટ મધ્યસ્થ જેલમાં પાસાના કામેથી મુક્ત થવાનો હતો. જેથી પોલીસે વોચ ગોઠવી નાસતા-ફરતા આરોપી રામદાન પ્રભુદાન ગઢવીને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન લઈ પૂછપરછ શરૂ કરી હતી આરોપીના રિમાન્ડ મેળવવા માટે તજવીજ હાથ ધરી હતી.

(12:04 am IST)