સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 10th April 2021

યુવા મંત્રી જયેશ રાદડિયાની દિલદારીઃ જામકંડોરણામાં કન્યા છાત્રાલયને કોવિડ કેર સેન્ટર માટે અર્પણ કર્યુઃ ૧૩૨ રૂમ અને ૨૬૭ બેડની સુવિધાઃ ગ્રામ્ય વિસ્તારના કોરોનાના દર્દીઓને મળશે વિનામૂલ્યે સારવાર

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: હાલ ચાલી રહેલ કોરોનાની મહામારીમા જેતપુર-જામકંડોરણા તેમજ આજુબાજુના વિસ્તારના કોરોનાગ્રસ્ત લોકોને મુશ્કેલી ન પડે અને યોગ્ય સારવાર મળી રહે તે માટે યુવા મંત્રી જયેશ રાદડીયાના સક્રિય પ્રયાસોથી“જામકંડોરણા તાલુકા લેઉઆ પટેલ કન્યા છાત્રાલય” ખાતે સંસ્થાના સંપુર્ણ હવાઉજાસ વાળા એટેચ ટોઈલેટની સુવિધા સાથેના ૧૩૨ રૂમના ૨૬૭ બેડ સાથેના બિલ્ડીંગમા રાજ્ય સરકારની મંજુરીથી આજુબાજુના વિસ્તારના કોરોના દર્દીઓને વિનામુલ્યે સારવાર મળી રહે તેવી સુવિધા ઉભી કરવામા આવેલ છે.

“કોવીડ કેર સેન્ટર” તા.૧૧-૪-૨૧ થી કાર્યરત કરવામા આવશે.

આ કોવિડ કેર સેન્ટરમા વિસ્તારના તમામ કોરોનાગ્રસ્ત લોકો વિનામુલ્યે સારવાર મેળવી શકશે. તસવીર કિશોરભાઈ રાઠોડ

(5:53 pm IST)