સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 10th April 2021

પોરબંદરમાં કોરોનાનું વધતુ સંક્રમણ : વધુ પ નવા કેસ : પાલિકા પ્રમુખ અને ચેમ્બર પ્રમુખનો પરિવાર તથા ૩ બેંક કર્મીઓે ઝપટમાં

સરકારી હોસ્પિટલના ૩ લેબોરેટરી ટેકનીશનનો કોરોના પોઝીટીવ રીપોર્ટ : અઢીમાસ બાદ ફરી કોરોના સંક્રમણ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૧૦:  શહેર જિલ્લામાં અઢી માસ બાદ ફરી કોરોના સંક્રમણ વધવા લાગ્યું છે. કોરોના પોઝીટીવના નવા પ કેસ સિવિલ હોસ્પિટલમાં આવ્યાં છે.

પાલિકા પ્રમુખ સરજુભાઇ કારિયા તથા તેના ભાઇ ચેમ્બસ ઓફ કોમર્સના પ્રમુખ જીજ્ઞેશભાઇ કારીયાના પરિવારના સભ્યો કોરોનાની ઝપટે ચડી જતા સારવાર માટે ખસેડાયેલ છે.

પાલિકા પ્રમુખ સરજુભાઇ કારીયા અને તેના ભાઇ ચેમ્બરના પ્રમુખ જીજ્ઞેશભાઇ કારીયાના પરિવારના સભ્યોને કોરોના ચેપ લાગ્યો છે. પાલિકા પ્રમુખ સરજુભાઇના પત્ની, ભાઇ, બે ભત્રીજી તથા એક ભાઇના પત્નીને કોરોના સક્રમણ લાગતા સારવાર માટે ખસેડાયેલ છે.

શહેરના ઠક્કર પ્લોટમાં પ અને કુંભારવાડામાં ૩ કેસ કોરોનાના આવ્યાં છે. ઉપરાંત ખાપટ અને છાંયામાં પણ કોરોનાના ર નવા કેસ આવ્યાં છે.

ભાવસિંહજી સરકારી હોસ્પિટલના ૩ લેબોરેટરી ટેકનીશીયનને કોરોના લાગતા ત્રણેયની સારવાર શરૂ કરી દેવામાં આવી છે.  પોરબંદર જીલ્લામાં અન્ય જીલ્લાની સરખામણીએ સરકારી ચોપડે કોરોનાનું ઓછું પ્રમાણ જોવા મળતુ હતુ અગાઉ ર૪ જાન્યુઆરી એ ચાર કેસ નોંધાયા બાદ પપ દિવસ સુધી કોરોનાનો એક પણ કેસ સકારી ચોપડે નોંધાયો ન હતો ત્યાર બાદ પણ એક બે કેસ જ નોંધાતા હતા પરંતુ ગઇકાલે પાંચ કેસ નોંધાતા શહેર-જિલ્લામાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. કેસમાં ત્રણ પોરબંદર શહેરના છે જેમાં ખાપટનો ૩૩ વર્ષીય પુરૂષ, નવા કુંભારવાડા વિસ્તારમાં રહેતા પ૦ વર્ષીય મહિલા અને છાયામાં રહેતા ૩૪ વર્ષીય મહિલાનો સમાવેશ થાય છે એ સિવાયના  બે કેસમાં રાણાવાવના પપ વર્ષીય પુરૂષ તથા ૭૮ વર્ષીય વૃદ્ધાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તમામને સારવારમાં ખસેડાયા છે. ખાખ ચોકમાં આવેલ બેંક ઓફ ઇન્ડીયાના આસિસ્ટન્ટ બ્રાંચ મેનેજરનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જેથી બેંકને અડધો દિવસ બંધ રાખી સેનેટાઇઝ કરવાની કામગીરી કરાઇ હતી. ઘેડ પંથકના ગ્રામીણ બેંકના મેનેજર તથા કેશિયરનો રીપોર્ટ પણ પોઝીટીવ આવ્યો છે.

(12:51 pm IST)