સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 10th April 2021

વાંકાનેરમાં બે દિ'માં ૨૬ના મોત

ઠેર-ઠેર માંદગીના ખાટલા : રોગચાળાએ ભરડો લેતા અંતિમવિધી -દફન માટે સ્મશાનગૃહ અને કબ્રસ્તાનમાં લાઇનો

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર,તા. ૧૦: વાંકાનેરમાં રોગચાળાએ એવો ભરડો કર્યો છે કે, બે દિ'માં જ ૨૬ લોકોના મોત થયા છે. સ્મશાનગૃહ તથા કબ્રસ્તાનમાં અંતિમવિધિ માટે લાઇન જોવા મળી છે.

જાણવા મળતી વિગત મુજબ ગઇ કાલે સરકારી હોસ્પિટલમાં ઓકિસજન ખલાસ, વેલ્ટીલેટર નથી તેમજ કોરોનાની ગંભીર બિમારીના ઇંઝેકશન નથી આ બિમારીના દર્દીઓને આવા નકારાત્મક જવાબો સાથે રાજકોટ-મોરબી રીફર કરવામાં આવી રહ્યા છે. આ કારણે અનેક દર્દીઓના મોત થયા છે. તેમજ  વોર્ડ નં.૧ ના નવાપરા, ખડીપરા, રામકૃષ્ણનગર, અમરનાથ સોસાયટી, જીનપરા, મિલ પ્લોટ, લક્ષ્મીપરા અને છેલ્લે વઘાસીયા ગામમાં કોરોનાએ દેખા દેતા લોકો પોતાના સ્વજનોની સારવાર માટે અનેક હોસ્પિટલોએ દોડધામ કરતા નજરે પડે છે. જો કે પ્રાઇવેટ હોસ્પિટલોમાં દર્દીઓની મોટી મોટી લાઇનો લાગેલી છે. લેબોરેટરી માટે રિપોર્ટ માટે પણ લાઇનો લાગી છે.

વાંકાનેર સ્મશાન ભૂમિઓમાં મૃતકોની અંતિમવિધિ માટે વેઇટીંગ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. આ સાથેની તસ્વીરોમાં હોસ્પિટલો બહાર દર્દીઓની થતી સારવારથી ભૂતકાળમાં વાંકાનેરમાં માંદગીનો આવો માહોલ કયારેય જોવા નથી મળ્યો જે હાલ જોવા મળે છે.

(10:57 am IST)