સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 10th April 2020

ગોંડલની નાનીગલીઓમાં બુલેટ સાથે પોલીસ પેટ્રોલિંગ કરશે

ગોંડલ તા. ૧૧ : શહેરમાં લોકડાઉનનું કડક પાલન કરાવવા પોલીસ તંત્રે કમર કસી છે. પાંચ બુલેટ પર પોલીસ જવાનો પેટ્રોલિંગ કરશે, શહેરમાં બિનજરૂરી લટાર મારતા તત્‍વોને કાયદાનું ભાન કરાવશે.

રાજકોટ રેન્‍જ નાયબ પોલીસ મહાનીરીક્ષક સંદિપસિંહ તથા રાજકોટ ગ્રામ્‍ય જીલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણાની સુચના અન્‍વયે હાલમાં જાહેર જગ્‍યા તથા ખાનગી સ્‍થળોએ સમહુમાં માણસો એકઠા નહીં થવા સંબંધે જાહેરનામું પ્રસિદ્ધ કરેલ હોય છતા રાજકોટ ગ્રામ્‍ય જીલ્લા વિસ્‍તારમાં નાની-નાની શેરીઓ ગલીઓમાં માણસો એકત્ર ન થાય તે માટે મોટર સાયકલ દ્વારા પેટ્રોલીંગ કરી બિનજરૂરી/કોઇ પણ કારણવગર બહાર નીકળનાર ઇસમો વિરૂદ્ધ કાર્યવાહી કરવા સુચના કરેલ છે.

જે અન્‍વયે ગોંડલ શહેર વિસ્‍તારમાં નાની-નાની શેરીઓ ગલીઓમાં એલ.સી.બી. સ્‍ટાફ દ્વારા બુલેટ મોટર સાઇકલ દ્વારા પેટ્રોલીંગ કરવામાં આવેલ છે  ગોંડલની નાની-મોટી બજાર, પાંજરાપોળ, કોલસાબાગ  સહિતની ગલીઓમાં બુલેટ ફરશે

(6:32 pm IST)