સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 10th April 2020

મોરબીમાં મધ્યાહન ભોજનના પડતર રહેલા જથ્થાનું લોકડાઉનના લીધે બાળકોને વિતરણ

મોરબી તા. ૧૦ : મોરબીમાં જયારથી કોરોના વાયરસના કારણે સ્કુલોમાં રજા જાહેર થઈ છે ત્યારથી આજ સુધીનો મધ્યાહન ભોજનનો સ્કુલમાં પેંન્ડિગ રહેલા જથ્થાનું આજરોજ વિતરણ કરવામા આવ્યું હતું. જેમા ૧ થી ૫ ધોરણમાં અભ્યાસ કરતા બાળકોને બાળકદીઠ ૧૦૫૦ ગ્રામ ઘઉં તેમજ ચોખા અને ૬ થી ૮મા ધોરણમાં અભ્યાસ કરતા બાળકોને બાળકદિઠ ૧૫૭૫ ગ્રામ ઘઉં તેમજ ચોખા આપવામા આવ્યા હતા.

જેમાં મોરબીની રાજપર પ્રાથમિક શાળામાંઙ્ગ ૨૭૦ વિધાર્થીઓને અને સભારાવાડી પ્રાથમિક શાળામાં ૧૨૬ વિદ્યાર્થીઓને મોરબી મધ્યાહન ભોજન પુરવઠા મામલતદારની સુચનાથી મોરબી રાજપર પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન સંચાલક તેમજ સભારાવાડી પ્રાથમિક શાળાના સંચાલક દ્વારા સ્કુલ ખાતે ૨૧ દિવસ નું અનાજ વિતરણ કરવામા આવ્યુ હતું.

આ ઉપરાંત, શાળામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને અનાજ વિતરણની કુપનની વહેંચણીનુ કામ પણ શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત બાળકોના ઘરે જઈ કુપનનું વિતરણ કરાયું હતું મોરબીની રાજપર પ્રાથમિક શાળા તેમજ સભારાવાડી પ્રાથમિક શાળાના શિક્ષકો પુરી સંખ્યામાં શાળા કક્ષાએથી ઉપસ્થિત રહી માનવતાના કાર્યમાં પોતાનું યોગદાન આપ્યું હતું. આ આ પ્રસંગે રાજપર પ્રાથમિક શાળાના આચાર્ય તેમજ સભારાવાડી પ્રાથમિક શાળાના આચાર્યઙ્ગસહિતનો સ્ટાફ હાજર રહ્યા હતા.

(12:55 pm IST)