સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 10th April 2020

ગોંડલના ત્રાકુડામાં આરોગ્ય કેન્દ્રના સ્ટાફની સેવાની થતી પ્રશંસા

ગોંડલ તા.૧૦ : વિશ્વભરમાં ચાલી રહેલ નોવેલ કોરોના વાયરસ મહામારી જે ચેપથી ફેલાતો રોગ છે. આવા સમયમાં દેશને વાયરસ મુકત કરવા સરકારશ્રીએ લોકડાઉન જેવુ ઉતમ પગલુ ભરેલ છે.

આ સમયમાં તબીબી સેવા, પોલીસતંત્ર, વહીવટીતંત્ર ખડેપગે હોય તેવો એક નમુુનો ગોંડલ તાલુકાના ત્રાકુડા ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ત્રાકુડામાં મેડીકલ ઓફીસરથી લઇ સફાઇકર્મી સુધીનો તમામ સ્ટાફ રજાના દિવસમાં પણ ઓપીડી અથવા કોઇપણ કામગીરી બાકી હોય ત્યા સુધી પોતાની ઘરે જવાનુ પણ ભુલી જાય છે. ત્રાકુડા યુવા સરપંચ ગ્રામ પંચાયતની ટીમ અને રોગી કલ્યાણ સમિતિના પ્રમુખ ચેતનભાઇ રમેશભાઇ અમૃતિયાએ વિગતો આપી છે.

આ કામગીરીમાં ડો.વી.એ.ચૌહાણ, મેડીકલ ઓફીસર કૃપાબેન મણવર, સુપર વાઇઝર અનિલભાઇ ગીણોયા, ફાર્માસીસ્ટ નિરજુ પટેલ, લેબ ટેકનીશ્યન હેતલબેન ભાણવડીયા, હેલ્થ વર્કર તુષાર કાછડ, કૃપા સોલંકી તથા સફાઇ કામદાર જયશ્રીબેન મકવાણા સતત દર્દીઓની સેવામાં હાજર રહે છે.

(12:01 pm IST)