સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 10th April 2020

વાંકાનેરમાં શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર દ્વારા ગરીબ લોકોને રાશન કીટનું વિતરણ

વાંકાનેર, તા. ૧૦ : વાંકાનેરમાં જડેશ્વર રોડ ઉપર આવેલ વર્ષો પુરાણી ઐતિહાસિક પૂ. શ્રી મુનીબાવાની જગ્યા 'શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર' આવેલુ છે. જયાના બ્રહ્મલીન મહંત પ.પૂ.શ્રી રામકિશોરદાસજી બાપુની જીવન મંત્ર હતો 'ભજન કરો-ભોજન કરાવો' જે હેતુ અનુસાર આ જગ્યામાં આજે પણ ગુરૂદેવશ્રીની કૃપાથી સાધુ-સંતો-ગરીબોને ભોજન તેમજ ગૌશાળા-પક્ષીચણ જેવી અનેક સેવાકીય પ્રવૃતિ ચાલી રહેલ છે. જયારે હાલમાં કોરોના વાઇરસ જેવા ભયાનક રોગથી જે આજે સમગ્ર ભારતમાં લોકડાઉન છે ત્યારે જરૂરીયાત વાળા ગરીબોને  તા. ૯મીના ગુરૂવારના રોજ વાંકાનેર ખાતે આંબેડકરનગરમાં શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર તેમજ સેવકગણ દ્વારા પ્રાતઅધિકારી શ્રી વસાવા તેમજ જાણીતા ઉદ્યોગપતિ શ્રી પ્રજ્ઞેશભાઇ પટેલ, શ્રી ફળેશ્વર મંદિરના શ્રી પટેલ બાપુ તેમજ આંબેડકરનગરના સૌ અગ્રણીઓની હાજરીમાં અહીંના ગરીબ માણસોને રાશન કીટ વિતરણ કરવામાં આવેલ તેમજ વાંકાનેર શહેરના દરેક વિસ્તારોમાં જયાં જયાં ગરીબો રહે છે ત્યાં રાશન કીટ વિતરણ કરવામાં આવી રહેલ છે.

વાંકાનેરના વોરા સમાજમાં પણ ગરીબોને રાશન કીટ આપવામાં આવેલ છે. આ ઉપરાંત રાજકોટના બહારના વિસ્તારમાં જેવા કે ગ્રીનલેન્ડ ચોકડી, રામદેવપીર ચોકડી જેવા બહારના પછાત વિસ્તારોમાં ઝુંપડપટીઓમાં ગરીબોને રાશન કીટ આપેલ છે. શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર દ્વારા અત્યાર સુધીમાં બારસો ચોવીસ (૧રર૪) કીટ (રાશન કીટ)નું વિતરણ કરવામાં આવેલ છે. તેમ ફળેશ્વર મંદિરના શ્રી પટેલ બાપુની તેમજ હિતેશ રાચ્છની યાદીમાં જણાવાયું છે.

(11:56 am IST)