સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 10th April 2019

જૂનાગઢ લોકસભા મતક્ષેત્ર વિસ્તારમાં ૧૯૧૩ મતદાન મથકો

૩૦૦થી ઓછા મતદારો હોય તેવા ૧૬ અને ૧૨૦૧ થી ૧૫૦૦ મતદારો નોંધાયા હોય તેવા ૮૬ મતદાન મથકો : એક બિલ્ડીંગ લોકેશન પર ૬થી વધુ મતદાન મથકો તેવા ૨ સ્થળો

જૂનાગઢ તા. ૧૦ :  જુનાગઢ લોકસભાની બેઠકની ચુંટણી લોકશાહીના તહેવાર તરીકે ઉજવવા  મતદારોની જાગૃતિ અને ચુંટણી તંત્રની કટીબધ્ધતા વચ્ચે તૈયારીઓ ચાલી રહી છે. આગામી તા.૨૩મી એપ્રિલે જૂનાગઢની લોકસભાની બેઠક માટે જૂનાગઢ  અને  ગીર સોમનાથ જિલ્લાના કુલ ૧૯૧૩ મતદાન મથકો ખાતે મતદાન થશે. જૂનાગઢ વિધાનસભા વિસ્તારમાં ૨૮૪ અને વધારાના ૩ મળી ૨૮૭, વિસાવદર વિધાનસભા વિસ્તારમાં ૩૧૫, માંગરોલ વિધાનસભા વિસ્તારમાં ૨૩૬, સોમનાથ વિધાનસભા વિસ્તારમાં ૨૭૫, તાલાલા વિધાનસભા વિસ્તારમાં ૨૫૯, કોડીનાર વિધાનસભા વિસ્તારમાં ૨૬૩, અને ઉના વિધાનસભા વિસ્તારમાં ૨૭૮ એમ કુલ ૧૯૧૩ મતદાન મથકો કાર્યરત રહેશે. પ્રાંત અધિકારી તેમજ અન્ય અધિકારીઓ દ્વારા મતદાન મથકોની ચકાસણી પુર્ણ કરવામાં આવી છે. આનુસંગિક વ્યવસ્થાઓ પણ કરવામાં આવેલ છે.

મતદાન મથકોની વિશેષ વિગતો જોઇએ તો એક જ સ્થળે એક જ મતદાન મથક હોય તેવા ૪૯૮ સ્થળ મતદાન મથક તરીકે રહેશે. બે, ત્રણ અને ચાર મતદાન મથક એક લોકેશન પર હોય તેવા પણ સ્થળો છે. જયારે પાંચ મતદાન મથક લોકેશન હોય તેવા સ્થળો જૂનાગઢમાં ૧, સોમનાથમાં ૪, તાલાલા અને કોડીનાર ૧ છે. અને ૬ મતદાન મથકો એક સ્થળે હોય તેવા કોડીનારમાં ૧ અને ઉનામાં ૧ છે.

૩૦૦થી ઓછા મતદારો નોંધાયા હોય તેવા મતદાન મથકો જોઇએ તો જૂનાગઢમાં ૧, વિસાવદરમાં ૭, માંગરોળ અને કોડીનારમાં નીલ , સોમનાથમાં ૧, તાલાલામાં ૩ અને ઉનામાં ૪ મતદાન મથકો છે. જયારે ૧૨૦૧ થી ૧૫૦૦ મતદારો નોંધાયા હોય તેવા જૂનાગઢમાં ૪૬, વિસાવદર-૧, માંગરોળ-૧૩,સોમનાથ-૧૭, તાલાલા-૩, કોડીનાર-૨ અને ઉનામાં ૪ એમ કુલ ૮૬ મતદાન મતદાન મથકો રહેશે.

(3:43 pm IST)