સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 10th March 2019

જામનગર એસઓજીના હેડ કોન્‍સ.ભગીરથસિંહ જાડેજા સવા લાખની લાંચના છટકામાં ઝડપાયા : કુલ ૭ લાખની લાંચ મંગાયેલઃ છટકા પહેલા પોણા છ લાખ મેળવી લીધેલા

        રાજકોટઃ એક જાગૃત ફરિયાદી દ્વારા લાંચ રૂશ્વત વિરોધી બ્‍યુરોમાં ફરીયાદ થયેલી કે તેમને ત્‍યાં કામ કરતો માણસ બાઇક પર પીસ્‍તોલ સાથે જામનગર એસઓજી હાથે ઝડપાઇ ગયેલ. આ ગુનામા આ બનાવના ફરીયાદીનું નામ નહી ખોલવા તથા આર્મ્‍સ એકટ મા પકડાયેલ માણસને હેરાન નહી કરવા તથા બાઇક પરત આપવા પેટે ૭ લાખની માંગણી કરેલ.

        ફરિયાદીની ફરીયાદના આરોપ મુજબ ફરીયાદી દ્વારા લાંચમા ઝડપાયેલ આરોપીઓ ભગીરથસિંહ જાડેજા તથા જોગેન્‍દ્રસિંહ ચૌહાણને લાંચની રકમ ઓછી કરવાનું જણાવતા તેઓએ એવું જણાવેલ કે અમારા પીએસઆઇ નહી માને ત્‍યારબાદ બે દિવસ પછી લાંચના સાડા ત્રણ લાખ ત્‍યારબાદ ફરીથી સવા બે લાખ લીધેલ. અને  બાકી રહેતી સવા લાખની લાંચની ઉઘરાણી કરેલ. 

        ફરીયાદીએ આટલી મોટી લાંચની રકમથી છેલ્લે છેલ્લે જાણે કંટાળ્‍યા હોય તેમ બાકીના સવા લાખની માંગણી થયે એસીબીમાં ફરીયાદ કરતા અને એકબીજાની મદદગારીથી સવા લાખ રૂપીયાની લાંચ સ્‍વીકારતા બંને આરોપીઓને રાજકોટ એસીબીના મદદનીશ નિયામક હિમાંશુ પી. દોશીના સુપરવિઝન હેઠળ રાજકોટ શહેરી એસીબી પો.સ્‍ટે.ના પી.આઇ. એચ.એસ.આચાર્યએ  જામનગરના ૧૦ પટેલ કોલોની ટીવીએસ શો રૂમની બાજુમાં ફરીયાદીની ઓફીસમાંથી ઝડપી લેતા ખળભળાટ મચી ગો હતો.

(9:32 pm IST)