સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 10th February 2021

ભાવનગર-બાંદ્રા સ્પેશિયલ ટ્રેન 16મીથી દરરોજ દોડશે : ભાવનગર-બાંદ્રા-ભાવનગરનું બુકિંગ શરૂ

ભાવનગર : મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને ભાવનગર ડિવિઝનની ભાવનગર ટર્મિનસથી ભાવનગર-બાંદ્રા સ્પેશિયલ ટ્રેન (02972) 16 ફેબ્રુઆરી, 2021 થી અને બાન્દ્રા-ભાવનગર સ્પેશિયલ ટ્રેન (02971) 17 ફેબ્રુઆરી, 2021 થી દરરોજ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેનાથી મુસાફરોને મોટી રાહત મળશે. હાલમાં આ વિશેષ ટ્રેન ભાવનગર ટર્મિનસથી અઠવાડિયાના ત્રણ દિવસ સોમવાર, બુધવાર અને શુક્રવારે અને બાંદ્રા ટર્મિનસથી મંગળવાર, ગુરુવાર અને શનિવારે ચાલે છે.

ટ્રેન નં. 02972/02971 ભાવનગર-બાંદ્રા-ભાવનગરનું બુકિંગ 11 ફેબ્રુઆરી 2021 થી નામિત પીઆરએસ કાઉન્ટર્સ અને આઈઆરસીટીસીની વેબસાઇટ પર ખુલશે.

(11:51 pm IST)