નાની મારડ ગામે પત્નીના બે આંગળા કાપી ખુની હુમલો કરનાર પતિ ઘનશ્યામની શોધખોળ
નાની મારડ ગામે પત્નીના બે આંગળા કાપી ખુની હુમલો કરનાર પતિ ઘનશ્યામની શોધખોળ
રાજકોટ, તા., ૧૦: પાટણવાવના નાની મારડ ગામે કુહાડીના ઘાથી પત્નીના બે આંગળા કાપી નાંખી ખુની હુમલો કરી નાસી છુટનાર પતિની પોલીસે શોધખોળ હાથ ધરી છે.
નાની મારડ ગામે રઘુવીરસિંહના પ્લોટમાં રહેતા આરતીબેન લાલાભાઇ વાઘેલાના નણંદ રાધીકાબેન પતિના ત્રાસથી કંટાળી પિયરે આવતી રહેલ હોય તેનો ખાર રાખી રાધીકાબેનના પતિ ઘનશ્યામ ચંદુભાઇ ચલોદરા રે. ટુડેચ, તા. જંબુસર, જી.ભરૂચએ ગઇકાલે મોટી મારડ ગામે આવી આરતીબેન તથા તેના નણંદ રાધીકાબેનને આંતરી રાધીકાબેન ઉપર પતિ ઘનશ્યામે કુહાડીથી ખુની હુમલો કરી માથામાં ગંભીર ઇજા કરી હતી. તેમજ રાધીકાબેનના જમણા હાથમાં કુહાડીના ઘા મારી બે આંગળીઓ કાપી નાખી હતી તેમજ ડાબા હાથમાં હથેળીમાં કુહાડીનો ઘા મારી ગંભીર ઇજા કરતા રાધીકાબેનને ગંભીર હાલતમાં સારવાર અર્થે જુનાગઢ હોસ્પીટલમાં ખસેડાયા હતા. બનાવ બાદ આરોપી ઘનશ્યામ નાસી છુટયો હતો.
આ બનાવ અંગે આરતીબેનની ફરીયાદ ઉપરથી પાટણવાવ પોલીસે નણંદ રાધીકાબેનના પતિ ઘનશ્યામ સામે આઇપીસી ૩૦૭, ૩ર૬, ૩૨૪, ૩૨૩, પ૦૪, પ૦૬(ર) તથા ૪૯૮(એ) મુજબ ગુન્હો દાખલ કર્યો હતો. પાટણવાવના પીએસઆઇ વાય.બી.રાણા તથા સ્ટાફે પત્નીની હત્યાની કોશીષ કરી બે આંગળા કાપી નાખનાર પતિની શોધખોળ હાથ ધરી છે.