જૂનાગઢની જાણીતી હોટલમાં સિંહએ લટાર મારી : વહેલી સવારે ગેટ કૂદીને સિંહ કમ્પાઉન્ડમાં ઘુસ્યો
હોટલના કોરિડોરની વિઝીટ કરી આગળ જવાનો રસ્તો ના મળતા સિંહ ગેટ કૂદી જતો રહ્યો : ઘટના સીસીટીવીમાં કેસ, : 40 સેકન્ડનો વિડિઓ વાયરલ
જુનાગઢ : રેલ્વે સ્ટેશન રોડ ઉપર સરોવર પોટ્રીકો હોટલમાં ૮ ફેબ્રુઆરીના રોજ પરોઢે વહેલી સવારે વનરાજ લટાર મારતા સીસીટીવી કેમેરામાં જોવા મળ્યા હતા. ઉપરોકત તસ્વીરમાં આ હોટલના દરવાજાની આડસ ઠેકી અંદર પ્રવેશી ૪૦ સેકન્ડ સુધી આંટાફેરા મારી પરત થતા વનરાજા નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર :- મુકેશ વાઘેલા જુનાગઢ)
જૂનાગઢ શહેરમાં સિંહો અનેક વખત દેખાઈ ચૂક્યાં છે, ત્યારે આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક હોટલના કમ્પાઉન્ડમાં સિંહ જોવા મળ્યો હતો
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, જૂનાગઢ રેલવે સ્ટેશનની નજીક આવેલી સરોવર હોટલનો ગેટ કૂદીને એક સિંહ જતો જોવા મળી રહ્યો છે. આ ઘટના CCTVમાં કેદ થઈ હતી. જો કે સિંહ વહેલી સવારે હોટલના કોરિડોરમાં જોવા મળ્યો, તે સમયે લોકોની અવરજવર નહતી
CCTVમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, 40 સેકન્ડ સુધી હોટલના કોરિડોરની વિઝીટ કરી આગળ જવાનો રસ્તો ના મળતા સિંહ ગેટ કૂદી જઈ રહ્યો છે.