સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 10th February 2021

રાજુલાના કથીવદર ગામની સીમમાંથી લાશ મળી આવી

રાજુલા,તા. ૧૦: તાલુકાના કથીવદર ગામે વેરાવળ ભાવનગર નેશનલ હાઇવે રોડની નજીકના ખારાપાટ વિસ્તારમાં એક લાશ પડી હોવાની જાણ પ્રવિણભાઇ ખોડાભાઇ બાંભણીયા દ્વારા આતાભાઇ વાઘને કરતા પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પીએસઆઇશ્રી તુવેરના માર્ગદર્શન મુજબ ચાંચ ઓપીના જમાદાર હમીરભાઇ કામળીયા, હરીતસિંહ, મહેશભાઇ ખેરાળા, કનુભાઇ સાખટ, ઘટના સ્થળે પહોંચી મરનાર યુવાન કોણ છે કયાંનો છે. તેવી તપાસ હાથ ધરેલ. તેમજ લાશને પી.એમ માટે રીફર કરી આપવામાં આવેલ. આ યુવાનની નજીકથી કપાસમાં ઝેરી દવાની બોટલ ૯૯ બે માવા, ગોલ્ડ ફલેટ સીગારેટનું પાકીટ મળી આવેલ છે.

(11:35 am IST)