સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 10th February 2021

ભંડારીયા ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમી પકડાયાઃ ભાડલા પોલીસનો દરોડો

રાજકોટ, તા. ૧૦ :. જસદણના ભંડારીયા ગામે ભાડલા પોલીસે રેઈડ કરી જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી લીધા હતા.ભંડારીયા ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા પીએસઆઈ એચ.ડી. હિંગરોજાના માર્ગદર્શન હેઠળ પો.કો. લાલજીભાઈ તલસાણીયા સહિતના સ્ટાફે રેઈડ કરી જુગાર રમતા રમેશ નાથાભાઈ ગોહેલ, કરશન લઘરાભાઈ ગોહેલ, દિલીપ કાળીદાસભાઈ બગડા, મનસુખ ભલાભાઈ ગોહેલ તથા લખન પ્રેમજીભાઈ બગડાને રોકડા રૂ. ૧૮૧૦ અને ગંજીપત્તા સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(11:35 am IST)