સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 10th February 2021

વાંકાનેર પાલિકા ચૂંટણી માટે રપ ફોર્મ ઉપડયાઃ લુણસર તાલુકા પંચાયત માટે અપક્ષ ઉમેદવારે ફોર્મ ભર્યુ

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ૧૦ :.. વાંકાનેર નગરપાલીકા તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતની ચૂંટણીમાં ચૂંટણી અધિકારી પાસે નગરપાલીકાના રપ ફોર્મ ઉપાડેલ છે.

જયારે તાલુકાની ર૪ સીટ માટે ૭ર ઉમેદવારોએ ફોર્મ ઉપાડેલ. જેમાંથી લુણસર બેઠકના ૧ અપક્ષ ઉમેદવારે પોતાનું ફોર્મ ભરેલ હોય તે લુણસરના કિરીટભાઇ નાનજીભાઇ વસીયાણી પટેલ ઉમેદવારી કરતાં વાંકાનેર તાલુકા પંચાયતની ર૪ સીટમાં પ્રથમ ઉમેદવારી થયેલ છે. જયારે જીલ્લા પંચાયતની ૬ બેઠક માટે ૧૬ ઉમેદવારી પત્ર ઉમેદવારોએ ઉપાડેલ છે.

જીલ્લા પંચાયતની કુલ ૬ બેઠક (૧) તીથવા (ર) પંચાસીયા (૩) મહીકા (૪) ચંદ્રપુર (પ) રાજાવડલા (૬) ઢુવા જે મોરબી જીલ્લાની વાંકાનેર વિસ્તારની ૬ બેઠક માટે ચૂંટણી થશે.

(11:30 am IST)