સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 10th February 2021

ડર વિના વેકસીન લઇ દેવભૂમી દ્વારકા જિલ્લાને સુરક્ષિત બનાવવા અનુરોધ

કલેકટર મીના, જીલ્લા વિકાસ અધિકારી જાડેજા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ફિનાવકરે કોરોના પ્રતિરોધક રસી મૂકાવી

ખંભાળીયા-દેવભૂમિ દ્વારકા તા. ૧૦ : કોવિડ-૧૯ની મહામારીને પંહોચી વળવા કોવિડ-૧૯ વેકસિનનું સંશોધન થતા સરકાર દ્વારા હેલ્થ  કેર વર્કર અને ફ્રન્ટોલાઇન વર્કરોને વેકસિન આપવા  સરકારની ગાઇડ લાઇન મુજબ દેવભૂમિ દ્રારકા જિલ્લાના તમામ તાલુકાઓમાં તાલીમબધ્ધ  સ્ટાફ દ્વારા વેકસીનેટર બુથ કાર્યરત કરી, દરેક તાલુકાનાં આરોગ્ય કર્મચારીઓ તેમજ ફ્રન્ટ લાઇન વર્કરો જેવા પ્રાઇવેટ ડોકટરો, હોસ્પિટલ સ્ટાફ, આશા બહેનો, આંગણવાડી કાર્યકરો, સફાઇ કામદારો,પોલીસકર્મીઓ, શિક્ષકો, પંચાયત વિભાગ, રેવન્યુ વિભાગનાં કર્મચારીઓ/અધિકારીઓને કોવિડ-૧૯ વેકસિનનાં પ્રથમ ડોઝ આાપવામાં આવેલ છે. સોમવાર તા.૮ ફ્રેબુઆરીનાં દેવભૂમિ દ્વારકા જિલ્લોનાં કલેકટર ડો.નરેન્દ્ર કુમાર મીના જિલ્લા વિકાસ અધિકારી  ડી.જે.જાડેજા તથા મુખ્ય  જિલ્લા  આરોગ્ય  અધિકારી ડો.આર.આર. ફિનાવકરે કોરોના પ્રતિરોધક રસી મુકાવી હતી.

આ તકે કલેકટરશ્રી ડો.નરેન્દ્રકુમાર મીના તથા અધિકારીઓએ કહયું હતુ કે, રસી એકદમ સુરક્ષિત અને ફાયદાકારક છે અને તાલીમબધ્ધ સ્ટારફ દ્વારા આપવામાં આવે છે. બાકી રહેતા તમામ કર્મચારીઓને કોવિડ-૧૯નાં વેકસિન લેવા અને કોવિડ-૧૯ રોગથી સુરક્ષિત થવા પ્રેરણાત્મક સંદેશ આપ્યો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજ દિવસ સુધી ૬૦૦૦ જેટલા હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટાલાઇન વર્કરોને વેકસિન આપવામાં આવેલ છે. આ રસીથી કોઇપણ જાતની ગંભીર આડ અસર જોવા મળતી નથી. સરકાર દ્વારા તદન નિઃશુલ્ક  આપવામાં આવે છે. તો દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં નાગરિકોએ કોઇપણ જાતનો ડર રાખ્યા વગર રસી મુકાવવા અનુરોધ કર્યો હતો.

(11:29 am IST)