સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 10th February 2021

ધોરાજીનાં નાની મારડમાં પત્નિ ઉપર પતિએ કુહાડીના ઘા ઝીંકતા ગંભીર

(ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી,તા. ૯: ધોરાજી નજીક નાની મારડ ગામની સીમમાં રાધિકાબેન ઘનશ્યામભાઇ વાઘેલા (ઉ. ૩૫) જાતે કોળી ઉપર તેના પતિ ઘનશ્યામભાઇએ કુહાડીથી હુમલો કરતા માથામાં હાથમાં તથા શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજા કરતાં ૧૦૮ દ્વારા ધોરાજીની સરકારી હોસ્પિટલ આવતા સારવાર માટે ખસેડાયા હતા.

ગંભીર હાલતમાં જૂનાગઢની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે રીફર કર્યા હતા.

આ બનાવની જાણ થતા આરોપી એવા પતિ ઘનશ્યામ હુમલો કરીને ફરાર થઇ ગયો હતો પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કરેલ છે.

(11:23 am IST)