સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 10th February 2021

ભાવનગર કોર્પોરેશન ચૂંટણી જંગઃ ભાજપના પર, કોંગ્રેસ-પ૧, અપક્ષ-૩, અન્ય ૧૦પ સહિત ર૧૧ ઉમેદવારો મેદાનમાં

ભાજપના બળવાખોર ઉમેદવાર કિશોર ચૌહાણ સહિત ૧૦ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ૧૦: ભાવનગર મહાનગરપાલિકાની ચુંટણીમાં ફોર્મની ચકાસણી કરી ફોર્મ પરત ખેંચવાની અવધી પૂર્ણ થયા બાદ હવે કુલ-ર૧૧ ઉમેદવારો મેદાનમાં રહ્યાં છે.

ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં આજે ફોર્મ પરત ખેંચવાના દિવસે ભાજપના બળવાખોર ઉમેદવાર કિશોર ચૌહાણ સહિત છ અપક્ષો અને રાજકીય પક્ષના ચાર ઉમેદવાર સહિત કુલ-૧૦ ઉમેદવારોએ તેમનું ફોર્મ પાછું ખેંચી લેતા હવે રાજકીય પક્ષો અને અપક્ષો મળી કુલ-ર૧૧ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે.

ઉમેદવારી અંગેનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થતાં હવે ભાજપના-પર, કોંગ્રેસના-પ૧, અન્ય રાજકીય પક્ષોના ૧૦પ અને ૦૩ અપક્ષ ઉમેદવારો મેદાનમાં રહ્યાં છે.

(11:22 am IST)