સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 10th February 2021

પોરબંદર કો.કો.બેંક દ્વારા બેન્કીંગ તાલીમ

પોરબંદર : કોમર્શીયલ કો.ઓ.બેંક લી. તથા જૂનાગઢ જિલ્લા સહકારી સંઘના સંયુકત ઉપક્રમે બેકીંગકક્ષાનો તાલીમ સેમીનાર યોજાયો હતો. વિવિધ કો.ઓપ. બેંકો સાથે સંકળાયેલા જયોતિન્દ્રભાઇ મહેતા (મામા), સૌરાષ્ટ્ર કચ્છ અર્બન કો.ઓ.બેંકના ચેરમેન વેરાવળ પીપલ્સ કો.ઓ. બેંકના ચેરમેન વિક્રમભાઇ તન્નાના હસ્તે રાખવામાં આવેલ. તેઓશ્રીની સાથે અમદાવાદથી સેમીનારના મુખ્ય વકતા પ્રદિપભાઇ ચોકસી, પીસીસી બેંકના ચેરમેન રાજુભાઇ બુધ્ધદેવ, એમડી અનિલભાઇ કારીયા, જૂનાગઢ જિલ્લા સહકારી સંઘના એકઝી.ઓફીસર રાજેશભાઇ ઠાકર, પોરબંદર જિલ્લાના રજી. (સહકારી મંડળીઓ) શ્રી શાહ પોરબંદર વિભાગીય નાગરીક બેંકના એમડી નલીનભાઇ કકકડ મુખ્ય મહેમાનપદે હાજર રહેલ. કાર્યક્રમમાં અનિલભાઇ કારીયા પીસીસી બેંકના એમડીએ પ્રવચનમાં જણાવેલ કે, પોરબંદર કોમ. કો.ઓ.બેંક તથા જૂનાગઢ જિલ્લા સહકારી સંઘના રાજેશભાઇ ઠાકરના સહયોગથી બેંકીંગને લગતા નિષ્ણાંત વકતાઓ બોલાવી કાર્યક્રમનું આયોજન કરેલ છે. પ્રાઇમ મીનીસ્ટરની આત્મનિર્ભરની લોનમાં નાના અને મધ્યમ વર્ગના લોકો માટે લગભગ ૩ કરોડ રૂપિયાની લોન પીસીસી બેંક દ્વારા ફાળવવામાં આવેલ છે. આ કાર્યક્રમમા ખાસ સાયબર ક્રાઇમ અને કો.ઓ.બેંકને કનડતા અનેક પ્રશ્નોની રજૂઆત કરેલ. જયોતિન્દ્રભાઇ મહેતા, વિક્રમભાઇ તન્ના, જી.રજી.શ્રી શાહ, મુખ્ય વકતા પ્રદિપભાઇ ચોકસી અને જૂદી જૂદી કો.ઓ.બેંકના પ્રમુખો, ઉપપ્રમુખો, બોર્ડના ડાય. જનરલ મેનેજર તથા કર્મચારીગણ અને અમારા દરેક કાર્યક્રમમાં સાથે કાયમી ઉભા રહે એવા પોરબંદર વિભાગીય બેંકના ચેરમેન અનિલભાઇ દેવાણી, નલીનભાઇ કકડ વગેરે મહાનુભાવોનુ શબ્દોથી સ્વાગત કરેલ હતુ. પ્રાસંગીક પ્રવચનમાં વિક્રમભાઇ તન્નાએ બેંકીંગને લગતા પ્રશ્નોને વાંચા આપેલ ત્યારબાદ જિલ્લા રજી.શ્રી શાહે પ્રવચનમાં શુભેચ્છા પાઠવી. કાર્યક્રમના અધ્યક્ષ જયોતિન્દ્રભાઇ મહેતાએ પ્રવચનમાં જણાવેલ કે, નાની નાની કો.ઓ. બેંક અને શેડયુલ બેંક જે કામ નેશનલાઇઝ બેંક નથી કરી શકતી તે કામ ગુજરાતની નાની નાની બેંક સરળતાથી કરી રહી છે. સેમીનારમાં પોરબંદર વિભાગીય નાગરીક બેંકના એમડી નલીનભાઇ કકકડ, સીઇઓ ભાવિકભાઇ દેવાણી તથા વેરાવળ પીપલ્સ કો.ઓ. બેંકના શ્રી ચંદારાણા, વેરાવળ મરકન્ટાઇલ બેંકના જનરલ મેનેજર અતુલભાઇ શાહ, ઉના પીપલ્સ કો.ઓ. બેંકના જનરલ મેનેજર શ્રી પેશવાણી, પોરબંદર સેન્ટ્રલ કન્ઝયુમર વલ્લભભાઇ પટેલીયા, નાવિક સર્વોદય શરાફી મંડળીના મેનેજર પ્રતાપભાઇ ચૌહાણ, પોરબંદર ક્રેડીટ કો.ઓ. સો.ના રાજેશભાઇ વઢીયા, સાઇબાબા ક્રેડીટ કો.ઓ. સો. પ્રમોદભાઇ ભાયાણી, મા દુર્ગા મહિલા ક્રેડીટ કો.ઓ.ના પ્રમુખ વર્ષાબેન ગોહેલ, વિકાસ ક્રેડીટ કો.ઓ. ચેરમેન નગીનભાઇ પૈડા વગેરે ઉપસ્થિત રહેલ હતા. મુખ્ય વકતા પ્રદિપભાઇ ચોકસીએ કો.ઓ.બેંકના આરબીઆઇના પરિપત્રો તેમજ ખુબ જ જટીલ પ્રશ્નોની છણાવટ સાથે માર્ગદર્શન પુરૂ પાડેલ. જૂનાગઢ જિલ્લા સહકારી સંઘના એકઝી. ઓફીસર રાજેશભાઇ ઠાકરે કરેલ હતી. કાર્યક્રમનું સંચાલન અવનીબેન ઠાકરે કરેલ હતુ. બેકીંગ તાલીમ સેમીનાર યોજાયો તે તસ્વીર.

(10:23 am IST)