સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 10th February 2018

ગોંડલામાં ગુલમહોર રોડ પરના બાલાજી હનુમાનના મંદિરમાં તસ્કરો ત્રાટકયા: સવા કિલો ચાંદીના મુકુટ સહિત ત્રણ છત્રની ચોરી કરી પલાયન

ગોંડલ: શહેરના ગુલમહોર રોડ પરના બાલાજી હનુમાનના મંદિરમાં તસ્કરો ત્રાટકયા હતા અને મંદિરમાં આવેલા રામ,લક્ષ્મણ,જાનકીની મૂર્તિ પરથી સવા કિલો ચાંદીના ત્રણ મુકુટ અને ત્રણ છત્રની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. ઘટનાને લઈને મંદિરના ભક્તગણમાં રોષની લાગણી ફેલાઇ હતી. જેને લઈને ભક્તજનો પોલીસ ફરિયાદ નોંધાવા દોડી ગયા હતા. જો કે સિટી પોલીસે ભક્તોને ખાનગીરાહે તપાસ કરવાનું આશ્વાસન આપ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, બાલાજી હનુમાન મંદિરે વર્ષોથી રામ નામની અખંડ ધૂન ચાલી રહી હોવાથી 24 કલાક કોઈ વ્યક્તિ હાજર હોય છે. પણ આજે બપોરે મંદિરના પૂજારી મુનિ મહારાજ ભોજન માટે બહાર આવ્યા હતા. તે દરમિયાન તસ્કરો ભગવાનના આભુષણોની ચોરી કરી નાસી છૂટ્યા હતા. તેમજ મંદિરમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. પરંતુ તેમાં ઘટનાનું કોઈપણ પ્રકારનું રેકોર્ડિંગ થતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. મંદિરમાં થયેલ ચોરી પહેલા ચોરોએ રેકી કરી હોવાની શક્યતાઓ સેવાઇ રહી છે કારણ કે જે રીતે ચોરી થઇ છે તે સીસીટીવીને ધ્યાનમાં રાખીને તેનાથી બચી શકાય તેવી રીતે ચોરી કરી છે.

(12:30 am IST)