સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 10th February 2018

જામનગર જીલ્લાનાં ધ્રોલમાં મગફળીની ખરીદીનાં વજનમાં ગોટાળાઃ પંજાબના ૪ થી પ શખ્સોને ગ્રામજનોએ પકડયા

ધ્રોલ : જામનગર જીલ્લાના ધ્રોલમાં એકાદ સપ્તાહ પહેલા મગફળીની ખરીદી કરવા આવેલા ૪ થી પ પંજાબના શખ્સોએ વજનમાં ગોટાળો કરતા ગ્રામજનોએ તેઓને પકડી પાડયા હતાં.

પ્રાપ્ત માહિતી મુજબ  જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકાના લતીપર ગામે આવેલા રામેશ્વર પરા વિસ્તારમાં ૪-૫ પંજાબી આવીને ખેડૂતો પાસેથી મગફળી ખરીદી કરતા હતા અને ખેડૂતો પણ પોતાની મગફળી વેચાણ માટે લાવ્યા હતા. સરદારજી મગફળીના જોખવામાં ગોલમાલ કરતા હોવાનું ખેડૂતોને માલૂમ પડતા ખેડૂતોએ સરદારજીને રોકી રાખ્યા હતા.

 માર્કેટિંગ યાર્ડના ચેરમેન રસિકભાઈ ભંડેરીને બોલાવાયા હતા. યાર્ડના ચેરમેન સ્થળ પર પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને ખેડૂતોનો રોષ જોઇને તમામ સ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું. સરદારજી જોખમા ગોલમાલ કરતા હોવાનું ધ્યાન પર આવતા યાર્ડના ચેરમેન દ્વારા માર્કેટ ટેકસ વસુલવામાં આવ્યો હતો અને તે રકમ ગાયના ગૌશાળામાં અનુદાન માટે આપતા  જેથી મામલો થાળે પડ્યો હતો. જોકે ખેડૂતોને છેતરવાના આવા અનેક કિસ્સાઓ બનતા હોય છે છતાં આ મામલે પણ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી, જેથી આવા તત્વોની હિમત ઔર વધી જતી હોય છે.

(5:17 pm IST)