સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 10th February 2018

મોડાસાના બોલુન્દરામાં શ્રીકૃષ્ણાશ્રયમાં ૧૦૮ કિલો પારદના શિવલીંગનું નિર્માણ કરાશે

કાલથી ત્રિદિવસીય શિવમહોત્સવનો પ્રારંભ : સોમવારે રાત્રે સંગીત સંધ્યા

રાજકોટ : અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના બોલુન્દરાના ગામે આવેલ શ્રીકૃષ્ણાશ્રમમાં મહાશિવરાત્રીની પુરજોશમાં તૈયારી ચાલી રહી છે. કાલે તા. ૧૧ થી ૧૩ સુધી ત્રણ દિનાત્મક મહોત્સવ આયોજીત થયો છે.

અહીં વૈદીક પરંપરા મુજબ અગ્નિહોત્રનો નિત્ય સાયં પ્રાતઃ હોમ ૧૧૦ વર્ષથી થાય છે. ત્યારે શિવરાત્રીના પાવન દિવસે અહીં ૧૦૮ કિલોના પારદના શિવલીંગ બનાવી પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવનાર છ.ે

સાથો સાથ પંચકુંડી મહારૂદ્રયાગ તથા સવાલાખ પાર્થીશ્વર લીંગનું પુજન કરાશે.  કાલે રવિવારે સવારે ૯ વાગ્યાથી ઉત્સવનો પ્રારંભ કરાશે. તા. ૧૨ ના સોમવારે રાત્રે ૮ વાગ્યે સંગીત સંધ્યા, તા.૧૩ મંગળવારે  મહાશિવરાત્રીએ બપોરે ૧૨.૫૨ કલાકે શિવ પરિવારની પ્રાણપ્રતિષ્ઠા કરાશે. સાંજે ૪ કલાકે પૂર્ણાહુતી અને રાત્રે ૯ વાગ્યે સવાલાખ પાર્થિેશ્વર લીંગની પૂજનવિધી થશે.

મોટી સંખ્યામાં ધર્મપ્રેમીજનો આ ત્રિદિવસીય મહોત્સવનો લાભ લેશે. તેમ પૂ. આત્રેયકુમાર વ્યાસ (મો.૯૪૨૬૩ ૭૯૫૫૨) અને પૂ. પરંતકુમાર વ્યાસ (મો.૯૮૭૯૬ ૧૧૯૨૮) ની યાદીમાં જણાવાયુ છે.

(3:05 pm IST)