સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 10th February 2018

લીંબડીના ટ્રકના કલીનરનું પરિવાર સાથે મિલન

વઢવાણ તા. ૧૦ : સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ટાઉનમાં મકૃતિયા પરામાં રહેતા રાજુભાઇ મનસુખભાઇ દેથરીયા ચુ. કોળી ટ્રકમાં કલીનર તરીકે કામ કરે છે. તેઓ તા. ૨૭.૦૧.૨૦૧૮ના રોજ ટ્રક ડ્રાઇવર મોંન્ટુ પઠાણ સાથે બગોદરા ખાતેથી ટ્રકમાં માલ ભરી ચેન્નાઈ તામિલનાડુ જાવા રવાના થયેલ હતા. બાદમાં બે ત્રણ દિવસ તેનો સંપર્ક બંધ થઈ જતા, તેના કુટુંબીજનોને ચિંતા થતા, ડ્રાઇવર મોંન્ટુ પઠાણનો સંપર્ક કરવામાં આવતા, મોંન્ટુ પઠાણએ જણાવેલ કે, તે પોતાની સાથે ઝઘડી ટ્રકમાંથી નીચે ઉતરી, જતો રહેલ છે અને પોતે પણ તપાસ કરતા મળી આવતો નથી. જેથી, ગુમ થયેલ રાજુભાઇ ચુ.કોળીના દ્યરના સભ્યોએ લીંબડી પોલીસ સ્ટેશન જાણ કરવામાં આવેલ હતી.

સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા દિપક કુમાર મેઘાણી દ્વારા લીંબડી ખાતેથી ચેન્નાઈ ગયેલ કલીનર રાજુભાઇ ચુ.કોળીના પરિવારને મદદ કરવા લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને સૂચના કરવામાં આવેલ હતી.

લીંબડી પોલીસ સ્ટેશન જાણ કરવામાં આવતા, લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, એ.એસ.આઈ.મહેશભાઈ, કમાન્ડો મનીષભાઈ પટેલ, સહદેવસિંહ, ડ્રાઇવર હસમુખભાઈ, વિગેરે દ્વારા ચેન્નાઈ ખાતે સંપર્ક ચાલુ કરવામાં આવેલ હતા. દરમિયાન તા. ૦૧.૦૨.૨૦૧૮ના રોજઙ્ગ પી.એન. સુંદરસન (મો. ૦૯૮૪૦૧૫૯૦૦૫, ૦૮૭૭૮૩૨૩૧૮૮) કે જેઓ તામિલનાડુ રાજયમાં ચેન્નાઈ નજીક થિરૂનીલાઈ ગામ પોસ્ટ વિચુર ખાતે સામાજિક કાર્યકર હોઈ અને ત્યાં અનબગમ રિહેબીલીટેશન સેન્ટર ચલાવે છે, તેને ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તથા સ્ટાફનો સંપર્ક કરવામાં આવતા, રાજુભાઇ ચુ.કોળી હાલમાં હેમખેમ હોઈ, કમળાની બીમારી હોઈ, બીમાર અવસ્થામાં હોઈ, તેના સગા સંબંધીને મોકલી આપવા જણાવતા, લીંબડી ડિવિજન પોલીસ દ્વારા તેના બનેવી ચંદુભાઈ વિરજીભાઈ સારલા (મો. ૦૯૭૧૪૧૬૯૨૯૭) તથા મિત્ર અશ્વિનભાઈ નરશીભાઈ પટેલ (મો.૯૯૦૪૯૫૨૭૭૪)ને સામાજિક કાર્યકર પી.એન.સુંદરસનનો સંપર્ક કરાવી, સંકલન કરાવી દેવામાં આવેલ. જે આધારે ચંદુભાઈ કોળી તામિલનાડુની ભાષાથી અજાણ હોઈ, તેમના સંબંધી પીપળ ગામના યોગેશભાઈ ને ચેન્નાઈ ખાતે મોકલી, રાજુભાઇ કોળીને લીંબડી લાવી, તેના પરિવાર સાથે મિલન કરાવેલ હતું. એકદમ ગરીબ પરિવારમાંથી આવતા રાજુભાઇ કોળીના માતા તથા પત્ની રાજુભાઇ કોળીને મળતા, ભાવવિભોર થઈ ગયેલ હતા અને સંકટના સમયે સુરેન્દ્રનગર પોલીસ પોતાની વહારે આવવા બદલ તમામ પોલીસ સ્ટાફનો આભાર વ્યકત કરેલ હતો. તામિલનાડુના સામાજિક કાર્યકર પી.એન.સુંદરસન દ્વારા પણ ગુજરાત પોલીસના ઝડપી રિસ્પોન્સની પ્રશંશા કરી, આભારની લાગણી વ્યકત કરેલ હતી. જયારે પોલીસ દ્વારા પણ પી.એન.સુંદરસન દ્વારા રાજુભાઇ કોળીને પોતાની સંસ્થામાં રાખી, તેના પરિવાર સાથે મિલન કરાવવા બદલ આભાર વ્યકત કરેલ હતો.

પરત આવેલ રાજુભાઈ મનસુખભાઇ દેથરીયાને પૂછપરછ કરતા, પોતે મોન્ટુ પઠાણ સાથે તામિલનાડુ ગયેલ. પરંતુ ચેન્નાઈ પહોંચી, ડ્રાઇવર મોંન્ટુ પઠાણ સાથે બોલાચાલી થતા, ટ્રકમાંથી ઉતરી ગયેલ હતો. પોતાને તાવ આવેલ હોઈ, પોતે ચેન્નાઈ ખાતે ઉતરતા, ડ્રાઇવર પાછો બોલાવવા આવશે એવું સમજેલ. પરંતુ, ડ્રાઇવર આવેલ નહીં અને પોતે ભાષા સમજતો ના હોય અને મગજમાં તાવ ચડી જતા, કોઈ ભાન રહેલ નહીં અને ફૂટપાથ ઉપર સુઈ ગયેલ. ત્યાંથી પોતાને કોઈ સંસ્થામાં મૂકી ગયેલ અને મોબાઈલમાં આવેલ ફોન ઉપરથી લીંબડી ડીવીઝન પોલીસનો સંપર્ક કરવામાં આવતા, પોતાને પરિવાર સાથે મિલન થયેલાની વાત જણાવેલ હતી.

ંઆમ સુરેન્દ્રનગર પોલીસના સંકલન ભર્યા પ્રયત્નોથી તામિલનાડુ ખાતે ભૂલો પડેલ લીંબડીના યુવાનનું તેના પરિવાર સાથે મિલન થયેલ હતું. સુરેન્દ્રનગર પોલીસની પ્રજા કલ્યાણની પ્રવૃત્ત્િ।ની લીંબડી વિસ્તારમાં પ્રશંશા થઈ રહી છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાએ પણ લીંબડી ડિવિઝનના પોલીસ સ્ટાફને અભિનંદન પાઠવેલ છે.

(12:44 pm IST)