સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 10th February 2018

જુનાગઢમાં મિલકતના બાકી વેરાની કડક વસુલાતઃ ૬ મીલકતો સીલ

 જુનાગઢ મહાનગરપાલીકાના કમિશ્નર શ્રી.વી.જે. રાજપુતના આદેશ તથા નાયબ કમિશ્નરશ્રી એમ. કે. નંદાણીયાના માર્ગદર્શન નીચે આસિ. કમિશ્નર (ટેકસ) પ્રફુલ કનેરીયા તથા સ્ટાફ દ્વારા જુનાગઢ શહેરમાં જુદી-જુદી જગ્યાઓ એ વેરાઓની બાકી રકમ ન ભરતા આસામીઓ ને ત્યાં ઝપાટો બોલાવી (જીઆઇડીસીમાં રાજેન્દ્ર પાલા, શકિત ઓઇલ ઇન્ડ, માલીક હસ્તક, અશોક ચંદુલાલ શીંગાળા ટેકસન ઇન્ડસ્ટ્રીઝ તથા માલીક હસ્તકની કુલ છ મીલકતોના બાકી વેરાની રકમ રૂ. ૨૫, ૨૮, ૩૫૧ ભરપાઇ ન થતા આ તમામ મીલકતોને ટાંચમા લઇ સીલ કરેલ છે.

 જગન્નાથ ઇન્ડ. ની બાકી રકમ પૈકી રૂ. ૧,૨૦,૦૦૦ તેમજ શીવમ ઇન્ડસ્ટ્રીજની બાકી રકમ રૂ.૧,૧૩,૫૦૪ સ્થળ ઉપર વસુલ કરેલ છે.  તેમજ એમ.કે. હુમરની બાકી રકમ ૧૧,૦૦૦ તથા લીંબાસીયા હરેશભાઇની બાકી રકમ રુા.૫૦૦૦ સ્થળ ઉપર વસુલ કરેલ છે.  જુનાગઢમાં મહાનગરપાલીકા હદ વિસ્તારમાં મિલકતો ધરાવતા આસામોઓએ કડક  સુચના આપવામાં આવે છે કે, પોતાની બાકી રકમ તુરતજ કચેરીમાં જમા કરાવી જવી અન્યથા હજુ પણ કોર્પોરેશન દ્વારા કડક કાર્યવાહિ કરવામાં આવશે. તેમ એક યાદીમાં તાકીદ કરાયું છે.  

 શિવરાત્રીએ મટન માર્કેટ બંધ રાખવાનો હુકમ

 જુનાગઢ મ્યુનિસપલ કોર્પોરેશન દ્વારા પવિત્ર મહાશિવરાત્રી તહેવારો નિમિતે મટન માર્કેટ બંધ રાખવા બાબતે ૧. જનરલ બોર્ડ ઠરાવ નં.૪૯૬ તા.૨/૯/૧૯૬૬ તથા જુ.મ.ન.પા.આ.નં.૧૨૩૩૩ તા. ૨૪/૧/૧૮ની અરજી અન્વયે આદેશ કરવામાં આવ્યો છે.  પવિત્ર  મહાશિવરાત્રી મેળાના તહેવાર નિમિતે મટન માર્કેટ તથા ફિશ માર્કેટ જનરલ બોર્ડ  ઠરાવ ૬ થી બંધ રાખવા ઠરાવ થયેલ છે. જેથી આગામી તા.૧૩ ફ્રેબુઆરી, મંગળવારે  મહાશિવરાત્રી પવિત્ર દિવસ હોય, મટન માર્કેટ ઉપરોકત તારીખના રોજ બંધ રાખવા આદેશ  કરવામાં આવે છે. તેમ  કમિશ્નર મહાનગર પાલીકાની યાદીમાં જણાવાયું છે.

 પાનેરા શૈક્ષણિક સંકુલનો ''વાર્ષિકોત્સવ યોજાયો''

 શ્રી માણાવદર કળવણી મંડળ સંચાલીત આર્ટસ, કોર્મસ અને કોમ્પ્યુટર સાયન્સ કોલેજ તેમજ આદિત્ય સ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષણમંત્રી ઉપસ્થિતિમાં '' વાર્ષિકોત્સવ અવસર-૨૦૧૮ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું  કાર્યક્રમના સમારોહના અધ્યક્ષ તરીકે રાજયના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહયા હતા. ઉદધાટક તરીકે રાજય સરકારના અધિક સચિવશ્રી કે.જી. વણઝારા તથા  મુખ્ય મહેમાન તરીકે ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સીટીના કુલપતિ ડો. જે.પી. મૈયાણી ઉપણસ્થિત રહયા હતા મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા  તથા ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે દિપ પ્રજવલ્લિત કરી '' વાર્ષિકોત્સવ અવસર -૨૦૧૮'' કાર્યક્રમનો  શુભારંભ કરવામાં આવ્યો. આ પ્રસંગે માણાવદર કેળવણી મંડળના પ્રમુખશ્રી જેઠાભાઇ પાનેરાએ માનનીય મંત્રીશ્રી તથા ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરેલ

 આ કાર્યક્રમના મંત્રશ્રી ભુપેન્દ્સિંહજી ચુડાસમા, કુલપતિ, ડો. જે.પી. મૈયાણી તથા અધિક સચિવ કે.જીફ વણઝારા શાલ ઓઢાળી તથા સ્મૃતિચિહન અર્પણ કરી સંસ્થાના પ્રમુખશ્રી જેઠાભાઇ પાનેરા દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું. કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાથીઓ માંથ યુવક મહોત્સવમાં તથાર રમત-ગમતમાં અને શૈક્ષણિક ક્ષેત્રે શ્રેષ્ઠ કક્ષાની સિધ્ધીઓ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનું મંત્રીઓના હસ્તે શિલ્ડ તથા પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં આચાર્ય ડો. એમ. કે. મેતરા લીખિત પ્રસ્તાક સંસ્કુતિ કા પૌરાણીક આશ્ચયનું મંત્રીશ્રી તથા મહાનુભાવો રાત્રે પંમોચન કરાયું હતું

 ગુલઝારો મુસ્તફા અરેબિક કલાસીસમાં વાર્ષિક ટેસ્ટના ઇનામ વિતરણ

  જુનાગઢ ખાનકાહે રઝવિય્યાહ દ્વારા સંચાલીત નુરય્યાત દ્વારા સંચાલીત ગુલઝારે મુસ્તુફા અરેબીક કલાસીસનો બીજો વાર્ષિક ટેસ્ટનો તાલીમે ઇલ્મનો ઇનામી વિતરણ કાર્યક્રમ તા.૧૦ શનિવારે રાત્રે ૧૦ થી ૧૨ વાગ્યા સુધી ગુલઝારે મુસ્તુફા અરેબિક કલાસીસ, લાંધાવાડા ચોકમાં જુનાગઢ ખાતે પીરે તરીકત, ગુલઝારે મિલ્લત, હઝરત અલ્લામાં ગુલઝાર અહમદ મુફતી હસીબુર્રહમાન સાહેબ, મૌલાના મો. હનીફ સાહબ અકબરી, હાફિઝ કારી મોહંમદ મઝહર પાસા સાહેબ ફઝાઇલ કુઆર્ન તથા જરુરી મસાઇલ ઉપર તકરીર ફરમાવશે. આ કાર્યક્રમમાં ગુલઝારે મુસ્તુફા અરેબીક કલાસીસના તાલીમે ઇલ્મો (વિદ્યાર્થી) મો. મોઇન બાબા હઝરત ગુલઝાર બાપુ નુરી, મો. અદનાન આસીફભાઇ, મો. યામીન યુનુસભાઇ મો. ગુરફાન એઝાઝભાઇ, મો. ઇસ્તીયાક ઇલ્યાસભાઇ, મો. અદનાન આસીફભાઇ તેમના મધુર કંઠે નાતે રસુલ, મનકબત તથા તકરીર રજુ કરશે. જેમાં પ્રથમ, દ્રિતીય, તુતિય આવનાર તાલીબે (વિદ્યાર્થીઓને) વિશેષ ઇનામો વિતરણ કરવામાં આવશે. જલ્સામાં જુનાગઢની દરેક મસ્જીદના ઇમામ સાહેબો તથા ઉલમાએ કિરામ ખાસ હાજરી આપશે. જલ્સા બાદ ન્યાઝ પર ફાતેહા ખ્વાની થશે. સર્વે મુસ્લીમ બિરદરોને હાજરી આપવા અરાકીને ગુલઝારે મુસ્તફા અરેબિક કલાસીસ તરફથી અપીલ કરવામાં આવે છે.

 ભકતકવિ નરસિંહ મહેતા  યુનિ. ઉજજવલ

 બી.એસ.સી. (હોમ સાયન્સ) તથા બી.એ (હોમ સાયન્સ)ના અનુક્રમે ૭૬ ટકા ખુશખુશાલ. ભકતકવિ નરસિંહ મહેતા યુનિ. જુનાગઢ દ્વારા ઓકટો- નવે. ૨૦૧૭માં લેવાયેલ બી.આર.એસ. (હોમ સાયન્સ) બી.એ. (હોમ સાયન્સ), બી.એસ.સી. (આઇ.ટી.), બી.કોમ. તથા બી.આર. એસ (તમામ સેમ-૩)નું પરિણામ જાહેર થયું છે. જેમાં બી.એસ.સી (હોમ સાયન્સ), તથા બી.એ (હોમ સાયન્સ),ના અનુક્રમે ૭૬ ટકા તથા ૭૮ ટકા જેટલું ઉંચુ પરિણામ છે. આ ઉપરાંત બી.એસ.સી.નું ૪૦ ટકા, બી. આર.એસનું ૫૪ ટકા તથા બી.કોમ.નું ૩૯ ટકા  જેટલુ પરિણામ જાહેર થયાની તારીખથી દિવસ ૧૦માં પોતાની કોલેજમાં અરજી કરી શકે છે.

 જુનાગઢ, ગીર સોમનાથ,દેવભુમિ દ્વારકા તથા પોરબંદર જિલ્લાની ૧૫૩ કોલેજોનું નિયમન કરતી ભકતકવિ નરસિંહ મહેતા યુનિ.ના કુલપતિશ્રી પ્રો.જે.પી. મૈયાણી   ઉત્તીણ થયેલ સૌ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

(11:39 am IST)