સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 10th February 2018

કોડીનારના રાણાજ ગામે દિપડી પાંજરે પુરાઇ

 કોડીનારઃ તાલુકાના રાણાજ ગામે રહેણાંક વિસ્તારમાં ઘુસી આવેલ દિપડીને ફોરેસ્ટ વિભાગે પાંજરે પુરતા ગ્રામજનોમાં રાહતની લાગણી ફેલાઇ જવા પામી છે. નારણભાઇ ભગવાનભાઇના ઘર પાસે દિપડી દેખાતા તુરંતજ વન વિભાગને જાણ કરેલ. આઇ એમ પઠાણ, શબ્બીરભાઇ અને સ્ટાફે પાંજરૂ ગોઠવી દિપડીને પાંજરે પુરવામાં સફળતા મેળવી હતી.

(11:59 am IST)